મુંબઈ, તા. 3. નવેમ્બર, 2019 રવિવાર
મહારાષ્ટ્રમાં ચૂંટણી પરિણામોના 10 દિવસ પછી પણ કોણ સરકાર બનાવશે તે સ્થિતિ સ્પષ્ટ નથી થઈ.
શિવસેના સત્તામાં 50 ટકા ભાગીદારીની વાતથી પાછળ હટવા માટે તૈયાર નથી અને ભાજપ વતી દેવેન્દ્ર ફડનવીસ ભાજપની સરકાર બનશે તેવી જાહેરાત કરી ચુક્યા છે.જોકે સૌથી ધ્યાન ખેંચનારી વાત એ છે કે, ભાજપ અધ્યક્ષ અમિત શાહ આ મુદ્દે હજી સુધી એક પણ શબ્દ બોલ્યા નથી.ભાજપ તરફથી અત્યાર સુધી ફડનવીસ જ આ મામલે શિવસેનાને જવાબ આપતા રહ્યા છે.
દરમિયાન મહારાષ્ટ્રમાં 8 નવેમ્બર સરકાર બનાવવાની છેલ્લી તારીખ છે.જો ત્યાં સુધીમાં સરકાર નહી બને તો ફડનવીસ એકલા પડી જશે તેમ લાગે છે.
ફડનવીસે ચૂંટણી પહેલા ફરી હું જ એવો નારો આપ્યો હતો.મોદી સ્ટાઈલમાં પ્રચાર કરનાર ફડનવીસ પ્રચારમાં અલગ અલગ પડેલા નજરે પડતા હતા.પરિણામ આવ્યા તો અંદાજ કરતા ઓછી બેઠકો આવી હતી અને ફડનવીસ પાસે એવા કોઈ નિકટના લોકો નથી કે જે શિવસેના સાથે ડીલ કરી શકે.
મહારાષ્ટ્રના રાજકીય વર્તુળોમાં એવી પણ ચર્ચા છે કે, નવી દિલ્હીમાં ભાજપના હાઈ કમાન્ડ તરફથી પણ તેમને જોઈએ તેવુ સમર્થન મળી રહ્યુ નથી.ફડનવીસ હાલમાં એકલા પડી ગયા હોય તેમ લાગે છે.
ફડનવીસે પાંચ વર્ષના શાસન દરમિયાન લીધેલા નિર્ણયોના કારણે પણ તેઓ પાર્ટીમાંથી અલગ પડવા માંડ્યા હતા.મોટાભાગના નિર્ણયો માટે તેઓ સરકારી અધિકારીઓ પર વધારે આધાર રાખતા હતા.જમીન કૌભાંડમાં તેમણે એકનાથ ખડસે પાસે રાજીનમુ લઈ લીધુ હતુ અને એ પછી વિનોદ તાવડે પાસેથી મેડિકલ શિક્ષણ મંત્રાલય લઈ લેવાયુ હતુ.ચિક્કી કૌભાંડમાં પંકંજાનુ નામ ઉછળ્યુ ત્યારે પણ સરકાર તરફથી તેમને સમર્થન મળ્યુ નહોતુ.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2PI1BMg
via Latest Gujarati News
0 Comments