કરતારપુર કોરિડોર પાછળ પાકિસ્તાનની મેલી મુરાદઃ પંજાબ સીએમ

નવી દિલ્હી, તા. 3. નવેમ્બર 2019 રવિવાર

કરતારપુર કોરિડોરના ઉદઘાટન પહેલા પંજાબ સીએમ કેપ્ટન અમરિન્દર સિંહે પાકિસ્તાનના ઈરાદાઓ પર શંકા વ્યક્ત કરી છે.

તેમણે કહ્યુ હતુ કે, બાકી શીખોની જેમ હું પણ કરતારપુર સાહિબ ગુરુદ્ારામાં માથુ ઝુકાવવા મળશે તે વિચારીને ખુશ છું.આમ છતા મને પાકિસ્તાનની દાનત પર શંકા છે.

આ કોરિડોર ખોલવા પાછળ આઈએસઆઈનો કોઈ છુપો એજન્ડા પણ હોઈ શકે છે.તેની પાછળનો ઉદ્દેશ શીખ ભાઈચારાને અલગાવવાદ તરફ ભડકાવવાનો પણ હોઈ શકે છે.જોકે અમે પૂરી રીતે ચોક્કસ છે.

તેમણે ભારત સરકારને ચેતવણી આપતા કહ્યુ હતુ કે, પાકિસ્તાન સાથે કોઈ પણ વાતચીત કરવાની જરુર નથી.તાજેતરમાં પંજાબમાં આઈએસઆઈની હિલચાલ વધી ગઈ છે.

અમરિન્દરે કહ્યુ હતુ કે, કરતારપુર કોરિડોરનુ રાજકીયકરણ કરવાની જરુર નથી.આ કોરિડોરના ઉદઘાટન પ્રસંગે રાજકાણ એક તરફ મુકી દેવુ જોઈએ અને સમારોહનુ આયોજન કરવાનુ કામ રાજ્ય સરકાર પર છોડી દેવુ જોઈએ.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/36wbTVK
via Latest Gujarati News

Post a Comment

0 Comments