નવી દિલ્હી, તા. 3. નવેમ્બર 2019 રવિવાર
દેશની રાજધાની દિલ્હીમાં આજે સવારે થયેલા હળવા વરસાદ પછી ઉલટાનુ પ્રદુષણમાં વધારો થઈ ગયો છે.દિલ્હીમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 1200ને પાર થઈ ગયો છે.
બીજા શબ્દોમાં કહીએ તો દિલ્હીના હવામાં હળાહળ ઝેર ફેલાઈ ચુક્યુ છે.દિલ્હીના ગાઝીયાબાદમાં એર ક્વોલિટી ઈન્ડકેક્સ 1241 પર, અલીપુરમાં 900, આનંદ વિહાલમાં 979 પર પહોંચી ચુક્યો છે.
હવે તો પ્રદુષણ ચેક કરનાર મશિનો પણ ફેલ થઈ ચુક્યા છે.જાણકારોનુ કહેવુ છે કે, પ્રદુષણ માપવા માટેના ઉપકરણો એર ક્વોલિટી ઈન્ડેક્સમાં 500 સુધીનુ સ્તર માપી શકતી હોય છે.તેનાથી વધારે હવા ખરાબ થયા બાદ અનુમાન કરવુ મુશ્કેલ બની જાય છે.
જોકે દિલ્હીવાસીઓ માટે એક આગાહી રાહતની ખબર લાવી શકે છે.એવુ મનાય છે કે, સોમવારે અને મંગળવારે હવાની ઝડપ વધશે અને તેના કારણે દિલ્હી પર છવાયેલુ પ્રદુષણ વિખેરાશે.
દિલ્હી પર છવાયેલા સ્મોગના કારણે લખનૌથી દિલ્હી આવનાર ફ્લાઈટને પણ લેન્ડિંગ કરવાની પરવાનગી અપાઈ નહોતી.આ જ રીતે એર ઈન્ડિયા અને ગો એરની ફ્લાઈટને પણ પાછી મોકલવામાં આવી હતી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/329Cg0C
via Latest Gujarati News
0 Comments