નવી દિલ્હી, તા. 3. નવેમ્બર 2019 રવિવાર
ગાંધી પરિવારની અત્યંત નિકટ મનાતા અને વર્ષોથી પરિવારની પડખે રહેલા નેતા પંકજ શંકરે પણ હવે રાહુલ ગાંધીની આકરી ઝાટકણી કાઢી છે.
એક ચેનલ સાથેની વાતચીતમાં શંકરે એક પછી એક નિવેદનમાં રાહુલ ગાંધી પર આરોપો મુકીને ખળભળાટ મચાવી દીધો છે.કોંગ્રેસની રણનીતિ ઘડવામાં છેલ્લા 27 વર્ષથી મહત્વનો ભાગ ભજવી રહેલા શંકરે કહ્યુ છે કે, સોનિયા ગાંધીના પુત્રમોહમાં કોંગ્રેસ બરબાદ થઈ રહી છે.
રાહુલ ગાંધી એક વિદ્યાર્થી છે અને તેઓ હજી સુધી પ્રયોગો જ કરી રહ્યા છે.તેમના પ્રયોગોથી કોંગ્રેસ તબાહ થઈ રહી છે.રાહુલ ગાંધીનો વાસ્તવિકતા સાથે કોઈ સબંધ જ નથી.તેઓ કોંગ્રેસને ખતમ કરી રહ્યા છે.
રાહુલ ગાંધીના મીડિયા મેનેજર રહી ચુકેલા શંકરે કહ્યુ હતુ કે, પ્રિયંકા ગાંધીમાં પાર્ટી અધ્યક્ષ બનાવવા માટેની કાબેલિયત છે પણ રાહુલ ગાંધી તેમનો રસ્તો રોકી રહ્યા છે.
પ્રિયંકા ગાંધીના નામથી ભાજપ જ નહી પણ આરએસએસનુ નાગપુર હેડક્વાર્ટર પણ ડરે છે.તેઓ ઈચ્છતા નથી કે પ્રિયંકા ગાંધી અધ્યક્ષ બને.રાહુલ ગાંધીનો કાર્યકરો સાથેનો સંવાદ પણ નથી રહ્યો.જેનાથી લોકો કોંગ્રેસ છોડી રહ્યા છે.કોઈને કોંગ્રેસ છોડવાનુ ગમતુ નથી પણ રાહુલ ગાંધી કાર્યકરોને મળવા જ નથી માંગતા.
શંકરે વધુમાં કહ્યુ છે કે, રાહુલ ગાંધીએ પોતાની એક ટીમ બનાવી છે.તેમના કહેવાતા એક્સપર્ટસને રાજકીય મુદ્દાઓની સમજ જ નથી.રાહુલ ગાંધી તેમના સિવાય બીજા કોઈની વાત સાંભળથા નથી.રાહુલ ગાંધીને ફરી અધ્યક્ષ બનાવવાની ખબરો સામે આવી રહી છે.તમે વિચાર કરો કે અત્યારે છેવાડાના ગામડામાં બેઠેલા કોંગ્રેસ કાર્યકર પર શું વિતી રહી હશે.રાહુલ ગાંધી ક્યાં સુધી પ્રયોગો કરશે, આટલા વર્ષોથી તો તેમને તક અપાઈ રહી છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2N8fm5g
via Latest Gujarati News
0 Comments