ભાજપની વેબસાઈટ હેક, મોદી અને અભિનંદન માટે આપત્તિજનક લખાણ

નવી દિલ્હી, તા. 3. નવેમ્બર 2019 રવિવાર

દિલ્હી ભાજપની વેબસાઈટને પાકિસ્તાની હેકર્સે હેક કરીને તેના પર પીએમ મોદી માટે ગમે તેવા શબ્દો પોસ્ટ કર્યા છે.

મહોમ્મદ બિલાલ ટીમ નામના હેકર્સ ગ્રુપે વેબસાઈટ હેક કરવાની જવાબદારી લીધી છે.સાથે સાથે વેબસાઈટ પર લખવામાં આવ્યુ છે કે, હું બહુ જુઠ્ઠુ બોલી શકું છું..શું મને પણ ભારતીય પાયલોટ અભિનંદનની જેમ વીર ચક્ર મળી શકે છે

હેકર્સે વિંગ કમાન્ડર અભિનંદનની તસવીર સાથે છેડછાડ કરીને આ તસવીર પોસ્ટ કરી છે.હેકરોએ એક પોસ્ટ શેર કરીને વધુમાં લખ્યુ છે કે, 27 ફેબ્રુઆરી યાદ છે ને,,..તમે ફિલ્મો બનાવો..લડવાનુ કામ તમારા વશનુ નથી

ઉલ્લેખની યછે કે, 27 ફેબ્રુઆરીએ ભારત અને પાકિસ્તાનની વાયુસેના આમને સામને આવી ગઈ હતી.જેમાં વિંગ કમાન્ડર અભિનંદને પાકિસ્તાનનુ એક એફ 16 તોડી પાડ્યુ હતુ.એ દરમિયાન તેમનુ મિગ 21 ક્રેશ થતા તેમને પાકિસ્તાનના કબ્જા હેઠળના કાશ્મીરમાં લેન્ડિંગ કરવુ પડ્યુ હતુ.

જોકે પાકિસ્તાનનીઓને હજી પણ ભારતે એફ-16  તોડી પાડ્યુ તે વાત હજમ થઈ રહી હોય તેમ લાગતુ નથી.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2NBA5gT
via Latest Gujarati News

Post a Comment

0 Comments