
નવી દિલ્હી, તા. 03 નવેમ્બર 2019, રવિવાર
દિલ્હીમાં આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાનારી ટી 20 મેચ પ્રદુષણના કારણે રદ થઈ શકે છે. દિલ્હી અને એનસીઆરમાં આજે પ્રદુષણ તમામ રેકોર્ડ તોડી ચુક્યુ છે.દિલ્હીમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 1000ને પાર જતો રહ્યો છે.તેવામાં મેચ રેફરી ખેલાડીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને મેચ રદ કરી શકે છે.જોકે દિલ્હી ક્રિકેટ બોર્ડ મેચ રમાય તેવા ભરચક પ્રયાસો કરી રહ્યુ છે.
સ્ટેડિયમની આસપાસના વૃક્ષો પર પાણી છાંટીને પ્રદુષણને ઓછુ કરવાના પ્રયાસો પણ થઈ રહ્યા છે.જોકે હાલમાં પ્રદુષણના કારણે છવાયેલા સ્મોગથી વિઝિબિલિટી સાવ ઓછી થઈ ચુકી છે.આ પહેલા બાંગ્લાદેશી ખેલાડીઓએ માસ્ક પહેરીને નેટ પ્રેક્ટિસ કરી હતી.જોકે બાંગ્લાદેશના કોચે મેચ રમવા સામે કોઈ ખેલાડીને વાંધો નથી તેમ પણ કહ્યુ હતુ.
2017માં શ્રીલંકાની ટીમને દિલ્હીના પ્રદુષણનો ખરાબ અનુભવ થઈ ચુકયો છે.દિલ્હીમાં રમાયેલી ટેસ્ટ મેચમાં શ્રીલંકાના ખેલાડીઓ માસ્ક પહેરીને ઉતર્યા હતા.આમ છતા પ્રદુષણના કારણે શ્રીલંકાના ફાસ્ટ બોલરો ઉલટી કરતા નજરે પડ્યા હતા.એક સમયે તો 17 મિનિટ સુધી મેચ રોકી દેવી પડી હતી.આ વખતે તો તેના કરતા પણ ખરાબ સ્થિતિ છે.નેટ પ્રેક્ટિસ દરમિયાન ખેલાડીઓને આંખોમાં અને ગળામાં બળતરા થઈ રહી હતી.
from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32bg3PN
via Latest Gujarati News
0 Comments