
(પીટીઆઇ) બૈજિંગ, તા.24 માર્ચ, 2019, રવિવાર
અમેરિકા સાથેના ટ્રેડ વોરનો અંત લાવવા માટે વ્યાપારિક સોદાની વિગતોને આખરી ઓપ આપવાના હેતુસર ચીન - અમેરિકા વચ્ચે આગામી મહિને યોજાનારી મહત્વપૂર્ણ ચર્ચા પહેલા ચીન દ્વિપક્ષી વ્યાપારને સંતુલિત કરવા માટે અમેરિકાથી વધુ માલસામાનની આયાત કરશે. અમેરિકા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની આ જ મુખ્ય લાગણી છે.
ટ્રમ્પ વહીવટી તંત્ર ચીન પાસે ૩૭૫ અબજ અમેરિકન ડોલરની વેપાર ખાધને ઘટાડવાની અને ઇન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટી રાઇટના રક્ષણની માગણી કરી રહ્યુ છે. આ તંત્ર ટેકનોલોજી ટ્રાન્સફર તથા ચીની બજારમાં વધુ અમેરિકી માલના પ્રવેશની પણ ચીન પાસે માગણી કરી રહ્યુ છે.
અમેરિકી વહીવટીતંત્રે, અમેરિકામાં નિકાસ કરાતા ૨૫૦ અબજ અમેરિકી ડોલરની કિંમતના ચીની માલસામાનની ટેરિફ વધારી ચૂક્યું છે.
એટલું જ નહિ ૨૦૦ અબર અમેરિકી ડોલરની ચીની આયાતની ટેરિફમાં ૨૫ ટકા વધારો કરવાની ધમકી આપી છે.
ટ્રમ્પે જો કે બાકીની ચીની આયાતની ટેરિફમાં વધારો ઝીંકવાની પોતાની ધમકીનો અમલ કર્યો નથી કારણ કે બંને પક્ષો વ્યાપારિક સોદાની વિગતોને અંતિમ આપવા માટે આગળ વધ્યા છે.
આ માટે એપ્રિલ માસમાં વોશિંગટન ખાતે બેઠકનું આયોજન કરાયું છે. બેઠક અગાઉ ચીનના નાયબ વડાપ્રધાને ચીન વિકાસ ફોરમને બૈજિંગમાં કહ્યું કે ચીન આયાતને વેગ આપવા માટે અને અમેરિકા સાથેની વેપાર સમતુલાને વધુ સાનુકૂળ બનાવવા માટે કાર્ય કરશે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Fw5C0O
via Latest Gujarati News
0 Comments