
શ્રીનગર, તા.24 માર્ચ, 2019, રવિવાર
જમ્મુ કાશ્મીરમાં હાલ એજન્સીઓ અને પોલીસ દ્વારા અલગાવવાદીઓ વિરુદ્ધ તવાઇ જારી છે. આ સ્થિતિ વચ્ચે થોડા દિવસ પહેલા જ અલગાવવાદી યાસિન મલિકના સંગઠન કાશ્મીર લિબરેશન ફ્રન્ટ પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો હતો. આ પ્રતિબંધને હટાવવાની માગણી અલગાવવાદીઓ કરી રહ્યા છે.
રવિવારે અલગાવવાદીઓએ પોતાની માગણી સાથે કાશ્મીરમાં બંધની જાહેરાત કરી હતી. જેને પગલે રાજ્યમાં જનજિવન ઠપ્પ થઇ ગયું હતું. અનેક સ્થળોએ અલગાવવાદીઓના સમર્થકોએ હિંસાને અંજામ આપ્યો હતો.
જોકે કેટલાક વિસ્તારો એવા પણ હતા કે જ્યાં આ બંધને કોઇ જ અસર નહોતી જોવા મળી અને સામાન્ય દિવસોની જેમ જ લોકો અવર જવર કરી રહ્યા હતા. યાસીન મલિકના સંગઠન દ્વારા કાશ્મીરમાં અનેક પ્રકારના ગેરકાયદે અને આતંકીઓને મદદ કરવાના કામો થતા હતા.
જેને પગલે ગત શુક્રવારે જ તેના આ સંગઠન પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો હતો. પોતાનો બચાવ કરતા સંગઠને દાવો કર્યો હતો કે માત્ર રાજકીય કાવાદાવાને કારણે જ સંગઠન વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FtUpwR
via Latest Gujarati News
0 Comments