
નવી દિલ્હી, તા.24 માર્ચ, 2019, રવિવાર
ભાજપે રવિવારે લોકસભાની વધુ એક યોદી જાહેર કરી હતી, મોટા ભાગના ઉમેદવારોના નામ છત્તીસગઢના છે. જોકે આ વખતે ભાજપે છત્તીસગઢના પૂર્વ મુખ્ય પ્રધાન રમણસિંહના પુત્રનું પત્તુ કાપ્યું હતું. છત્તીસગઢની જે છ લોકસભાની બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા તેમાં હાઇપ્રોફાઇલ ગણાતી રાજનંદન ગાવ અને રાઇપુરનો પણ સમાવેશ થાય છે. જ્યારે અન્ય ચાર બેઠકોમાં બિલાસપુર, મહાસામુંડ, કોરબા અને દુર્ગાના ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. આ પહેલા ૨૧મી માર્ચે પણ રાજ્યની અન્ય પાંચ બેઠકોના નામ જાહેર કર્યા હતા, રાજ્યમાં કુલ ૧૧ બેઠકો છે.
છત્તીસગઢના પૂર્વ મુખ્ય પ્રધાન રમણસિંહના પુત્ર અભિશેક સહીત પાંચ સિટિંગ સાંસદોને ટિકિટ નથી આપવામાં આવી, આ રાજ્યમાં ભાજપ ગત વિધાનસભાની ચૂંટણી હારી ગયું હતું તેથી વર્તમાન સાંસદોને રીપિટ ન કર્યા હોવાની શક્યતાઓ છે. રમણસિંહના પુત્ર અભિશેક રાજનંનદગાવ પર વર્તમાન સાંસદ છે, આ બેઠક પર ભાજપે અભિશેકને હટાવીને આરએસએસના ખાસ ગણાતા સંતોષ પાંડેને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે બે ચેહરા નવા સમાવાયા છે. છત્તીસગઢમાં ૧૧, ૧૮ અને ૨૩મી એપ્રીલે ત્રણ તબક્કામાં મતદાન યોજાશે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Fz8QRl
via Latest Gujarati News
0 Comments