
(પીટીઆઇ) લંડન, તા.26 માર્ચ, 2019, મંગળવાર
બ્રિટનના સાંસદોએ વડા પ્રધાન થેરેસા મે પાસેથી અટકી પડેલી બ્રેક્ઝિટ પ્રક્રિયા પર નિયંત્રણ મેળવી લીધું હતું જેના કારણે શ્રેણીબધ્ધ મતદાનથી યુરોપીયન સંઘમાંથી બ્રિટનના નીકળવાની શક્યતા પ્રભાવિત થઇ શકે છે. જો થેરેસા મે ત્રીજી વાર પણ મત માટે દરખાસ્ત રજૂ કરશે તો યુરોપીયન સંઘમાંથી નીકળવાના બે વાર ફગાવી દેવાયેલા ડાયવર્સ ડીલનો પરાજય થઇ શકે છે એવું મેએ સ્વીકારી લેતાં આ વાત બની હતી.
સંસદમાં બે વાર પરાજીત કરાયેલા યુરોપીયન સંઘથી ડાયવર્સના થેરેસા મેના બિલનો વિકલ્પ શોધવા મતદાન કરાયું હતું જેને શ્રેણીબધ્ધ ઇન્ડિકેટિવ વોટ્સ માનવામાં આવ્યું હતું. 'આ મતદાન એક એવા પરિણામ તરફ દોરી જશે જે યુરોપીયન સંઘ સાથે મંત્રણા કરી ના શકાય તેવો હશે'એમ વડા પ્રધાન થેરેસા મેએ કહ્યું હતું.
હવે બ્રેક્ઝિટમાં વિલંબ અને ડાયવર્સની નવી તારીખની ગણતરી હાથવેંતમાં છે ત્યારે આમ સભા બૂધવારથી શરૂ થતા સંસદના સમયપત્રકમાં હંગામી ઘોરણે નિયંત્રણ માટે મતદાન કર્યું હતું કે જેથી સાંસદો મેના ડાયવર્સ કરારના વિકલ્પ પર મતદાન કરી શકે. સામાન્ય રીતે સરકાર જ સંસદમાં મતદાનના સમયપત્રક પર નિયંત્રણ રાખે છે.
સોમવારની ૩૨૯ વિરૂધ્ધ ૩૦૨થી પસાર કરી દેવાયેલી દરખાસ્તને ટેકો આપનાર સાંસદોને આશા છે કે નિયોજીત સાંકેતિક મત માત્ર એક જ વિકલ્પ સુધી મર્યાદિત કરી દેશે કે જે બહુમતી ટેકો મેળવી શકે છે.
સંભવત વિકલ્પોમાં 'સોફ્ટ બ્રેક્ઝિટ'નો સમાવેશ થાય છે જે યુરોપીયન સંઘ સાથે ગાઢ આરથિક સબંધો સુરક્ષિત કરાવી શકે છે અથવા તો બ્રિટનના નીકળવાની વાતને ટાળી શકે છે. બ્રિટનના ત્રણ પ્રધાનોએ હોદ્દો એટલા માટે છોડયો હતો કે તેઓ આ દરખાસ્તને ટેકો આપી શકે.નાયબ વેપાર મંત્રી પદેથી રાજીનામું આપનાર રિચાર્ડ હેરિંગ્ટને સરકાર પર દેશના લાખો લોકોના જીવ સાથે રમવાનો આક્ષેપ કર્યો હતો.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2V4bC6g
via Latest Gujarati News
0 Comments