પ્રથમ તબક્કાના મતદાન માટે પ્રચાર પડઘમ શાંત, 11 તારીખે મતદાન


નવી દિલ્હી, તા. 09 એપ્રિલ 2019, મંગળવાર

લોકસભાની ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન માટે 11 એપ્રિલ થનારા મતદાન માટેનો ચૂંટણી પ્રચાર સાંજે 5 કલાકે શાંત પડી ગયો છે. પહેલા તબક્કામાં 20 રાજ્યોની 91 લોકસભાની સીટો માટે મતદાન થશે. ચૂંટણી પંચ અનુસાર પ્રથમ તબક્કા માટે 8 એપ્રિલ સુધી ચૂંટણી મેદાનમાં કુલ 1,279 ઉમેદવારો છે.

ચૂંટણીપંચના નોટિફીકેશન પ્રમાણે પ્રથમ તબક્કાના મતદાનવાળી કુલ 91 સીટો પર સવારે 7 વાગ્યે મતદાન શરૂ થશે. જેમાંથી કેટલીક સીટો પર સાંજે 4 કલાકે, કેટલીક સીટો પર સાંજે 5 કલાકે અને અમુક સીટો પર સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે. નિયમ પ્રમાણે મતદાન પૂર્ણ થવાના સમયથી 48 કલાક પહેલા પ્રચાર પડઘમ શાંત કરી દેવામાં આવે છે.


from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2uReZSS
via Latest Gujarati News

Post a Comment

0 Comments