દંતેવાડામાં ભાજપ MLAના કાફલા પર નક્સલી હુમલો, પાંચ જવાન શહીદ


નવી દિલ્હી, તા. 09 એપ્રિલ 2019, મંગળવાર

છત્તીસગઢના નક્સલ પ્રભાવિત વિસ્તાર દંતેવાડામાં ભાજપના ધારાસભ્યના કાફલા પર હુમલો થયો છે. પ્રાથમિક વિગતો અનુસાર નક્સલીઓએ ભાજપના ધારાસભ્યના કાફલામાં સામેલ એક બૂલેટપ્રુફ કારને નિશાન બનાવી મોટો બ્લાસ્ટ કર્યો છે.

આ હુમલામાં પાંચ જવાન શહીદ થયા હોવાની વિગતો સામે આવી રહી છે. જ્યારે ધારાસભ્ય ભીમા મંડાવીનું આ હુમલામાં મોત થયું છે. આ હુમલો દંતેવાડાના શ્યામગીરી વિસ્તારમાં થયો છે. ધારાસભ્ય કાફલામાં સામેલ છેલ્લા વાહનમાં હતા.

ભાજપના ધારાસભ્ય ભીમા મંડાવીનો હુમલા બાદ ઘણા સમય બાદ કોઇ પત્તો લાગ્યો નહોતો બાદમાં તેમના મોતની ખબર સામે આવી. નક્સલીઓએ IED બ્લાસ્ટ બાદ ફાયરિંગ પણ કર્યું હતુ. CRPFની ટીમ રેસ્ક્યૂ માટે ઘટનાસ્થળે રવાના થઇ છે.


from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2P2hSJF
via Latest Gujarati News

Post a Comment

0 Comments