કમલનાથ પાસે રૂ.124 કરોડ, પુત્ર નકુલ પાસે રૂ.660 કરોડની સંપત્તિ


660 કરોડની સંપત્તિ છતા નકુલના નામે કોઇ વાહન નથી, પત્ની પાસે 2.30 કરોડની સંપત્તિ  

નવી દિલ્હી, તા.9 એપ્રિલ, મંગળવાર, 2019

મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન કમલનાથના પુત્ર નકુલે મધ્ય પ્રદેશના છિંદવાડા લોકસભા બેઠક પરથી ફોમ ભર્યું હતું. જે દરમિયાન તેમણે પોતાની સંપત્તિની જાણકારી આપી હતી.

નકુલે આપેલા સોગંદનામામાં જણાવ્યું હતું કે તેની પાસે આશરે ૬૬૦ કરોડ રૃપિયાની સંપત્તી છે. જોકે નકુલના પિતા કમલનાથ અને માતાની જેટલી સંપત્તિ છે તેના કરતા પાંચગણી વધુ તેની પાસે છે. મુખ્ય પ્રધાન કમલનાથ પાસે ૧૨૪ કરોડ રૃપિયાની સંપત્તિ છે. 

નકુલ નાથ કે જેઓ એક બિઝનેસમેનમાંથી રાજકારણી બન્યા છે, તેઓ પાસે ૬૧૫.૯૩ કરોડ રૃપિયાની સ્થાવર સંપત્તી છે જ્યારે તેમના પત્ની પ્રિયાના નામે ૨.૩૦ કરોડ રૃપિયાની સંપત્તિ છે. નકુલ નાથ પાસે ૪૧.૭૭ કરોડ રૃપિયાની જંગમ મિલ્તકો છે જ્યારે તેમના પત્ની પાસે કોઇ જંગમ મિલ્કત નથી. આ સોગંદનામામાં જણાવવામાં આવ્યું છે કે નકુલ પાસે જે સંપત્તિ છે તે માત્ર તેના નામે જ છે.

જોકે બન્નેમાંથી કોઇ પાસે કોઇ વાહન નથી તેમ તેમણ જણાવ્યું છે. નકુલ પાસે ૮૯૬.૬૬૯ ગ્રામ સોનુ અને ૭.૬૩૦ કિલો ચાંદી છે. જ્યારે ૧૪૭.૫૮ કેરેટ હીરા અને સ્ટોન જ્વેલરી છે જેની કિમત ૭૮.૪૫ લાખ રૃપિયા છે. જ્યારે તેમના પત્ની પાસે ૨૭૦.૩૨૨ ગ્રામ સોનુ, ૧૬૧.૮૪ કેરેટ હિરા અને સ્ટોન જ્વેલરી છે જેની કિમત આશરે ૫૭.૬૨ લાખ રૃપિયા છે. 

જ્યારે બીજી તરફ કમલનાથ પણ વિધાનસભાની બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે, તેઓ મુખ્ય પ્રધાન બન્યા પણ વિધાનસભાની ચૂંટણી નહોતા લડયા. તેથી તેમણે હવે પેટા ચૂંટણીમાં ફોર્મ ભર્યું છે. પોતાના સોગંદનામામાં કમલનાથે જણાવ્યું હતું કે મારી અને પત્ની પાસે આશરે ૧૨૪ કરોડ રૃપિયાની સંપત્તિ છે.

કમલનાથ પાસે એક દિલ્હીનું પાર્સિંગ ધરાવતી એમ્બેસેડર ક્લાસિક અને સફારી સ્ટોર્મ એસયુવી કાર છે. કમલનાથ છિંદવાડાથી નવ વખત સાંસદ રહી ચુક્યા છે જોકે આ વખતે તેમના પુત્ર આ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે જ્યારે કમલનાથ વિધાનસભાની ધારાસભ્ય પદે ચૂંટણી લડી રહ્યા છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IaCQFA
via Latest Gujarati News

Post a Comment

0 Comments