પક્ષના નેતાઓ મને બીજો લાલુ સમજે છે, એટલે ડરે છે: તેજપ્રતાપ


પટણા, તા.9 એપ્રિલ, મંગળવાર, 2019

રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજ પ્રતાપ યાદવે આજે એમની બહેન અને પાટલીપુત્ર લોકસભા બેઠકના આરજેડીના ઉમેદવાર મીસા ભારતીના પ્રચાર દરમિયાન સહુથી પહેલા શંખનાદ કર્યો હતો. એમણે મનેર વિધાનસભા મત વિસ્તારના દિવ્યનવા ગામે ભગતસિંઘની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. મીસા ભારતી સામે ભાજપના ઉમેદવાર રામકૃપાલ યાદવ ચૂંટણી લડી રહ્યાં છે.

તેજપ્રતાપ યાદવ મિર્ચિયા બાબાના મંદિરે ગયા જ્યાં એમના પિતા લાલુપ્રસાદ યાદવ અને મીસા ભારતી ભારતી આવ્યા કરતાં હોય છે.

એમણે એક ચાની દુકાને વાત કરતા જણાવ્યું ક તેઓ એમના પિતા લાલુ પ્રસાદની જેમ ગરમ મિજાજના છે, જ્યારે એમનો નાનો ભાઈ તેજસ્વી, માતા રાબડીદેવીની જેમ નરમ સ્વભાવના છે.

તેજપ્રતાપે ઉમેર્યું કે તેજસ્વી સાથે એમને કોઈ મતભેદ નથી. એમના મતાનુસાર, જહાનાબાદ અને શિવહર લોકસભા બેઠકો માટે જમીન સાથે જોડાયેલા સ્થાનિક ઉમેદવારોને ટિકિટ આપવી જોઈએ, પરંતુ એમની વાત માનવામાં આવી નહિ.

તેજપ્રતાપે પોતે લાલુ રાબડી મોરચા નામે શરૃ કરેલા રાજકીય મોરચાની સ્થાપનાના મુદ્દે કહ્યું કે આ મોરચો આરજેડી વિરૃદ્ધ કામ નહિ કરે. એ આરજેડી ની જ એક અલગ સંસ્થા છે. તેજપ્રતાપે કહ્યું કે એમના પક્ષના કેટલાક નેતાઓને લાગે છે કે હું બીજો લાલુ યાદવ છું, માટે તેઓ મારાથી ડરે છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IndLXq
via Latest Gujarati News

Post a Comment

0 Comments