
(પીટીઆઈ) ચેન્નાઈ, તા.9 એપ્રિલ, મંગળવાર, 2019
ચૂંટણી પંચ લોકસભા ચૂંટણી અગાઉ તમિલનાડુમાં અત્યાર સુધી રૃા.૩૬૦.૮૪ કરોડથી વધુ કિંમતની બિન હિસાબી રોકડ, સોનું અને અન્ય મૂલ્યવાન ચીજો ઝડપી પાડી છે.
ગઈ તા.૧૦ માર્ચથી ચૂંટણી આચાર સંહિતા અમલી બની ત્યારથી અત્યાર સુધીમાં રૃા.૧૨૨.૩૦ કરોડની રોકડ, જ્યારે રૃા.૨૩૮.૫૪ કરોડના ઝવેરાત અને અન્ય ધાતુઓની ચીજો પણ જપ્ત કરાઈ છે.
રાજયમાં ચૂંટણી કાર્યના સફળ અમલીકરણ માટે લેવાયેલા પગલાં ગણાવતા રાજયના મુખ્ય ચૂંટણી અધિકારી સત્યવ્રત સાહુએ કહ્યું કે ફલાઈંગ સ્કવોર્ડે રૃા.૨૬.૭૯ લાખના નશીલા પદાર્થો ઝડપ્યા છે. ચૂંટણી માટે રૃા.૨.૪૭ કરોડના ખર્ચે ભૂંસી ના શકાય એવી શાહીની ૭૪ લાખ બાટલી ખરીદાઈ છે. ચૂંટણી પંચે તામિલનાડુના ૭૭૮૦ મતદાન મથકોને સંવેદનશીલ ગણાવ્યા છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Gfrle9
via Latest Gujarati News
0 Comments