
નવી દિલ્હી, તા.9 એપ્રિલ, મંગળવાર, 2019
એજન્સીઓ દ્વારા હાલ કોંગ્રેસના નેતા કમલનાથના સહિયોગીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા, જે લોકોને ત્યાં દરોડા પાડવામાં આવ્યા તેમાં કોંગ્રેસના વરીષ્ઠ નેતા અહેમદ પટેલના એકાઉન્ટન્ટ એસએમ મોઇનના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા હતા.
મધ્ય પ્રદેશથી હવાલા મારફતે ૨૦ કરોડ રૃપિયા દિલ્હી લવાયા હતા જેને મોઇન દ્વારા પ્રાપ્ત કરવામાં આવ્યા હતા તેવા અહેવાલો છે જોકે તે અંગે કોઇ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. સમગ્ર મામલે વિવાદ સર્જાતા અહેમદ પટેલે સ્પષ્ટતા કરી હતી અને સાથે મોદી સરકાર પર એજન્સીઓનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો.
અહેમદ પટેલે જણાવ્યું હતું કે આ દરોડા બીજુ કઇ નહીં પણ મોદી સરકાર અને તેની નીતીઓનો વિરોધ કરનારાઓનો અવાજ દબાવવા અને તેને રોકવા માટેનું આ એક કાવતરુ છે.
આ પ્રકારના કાવતરાથી પાડવામાં આવી પહેલા દરોડાથી અમે જરીશું નહીં, મીડિયા સાથે વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે ભાજપ વાળા ગબરાઇ ગયા છે અને તેથી જ એવી સ્થિતિ ઉભી કરવા જઇ રહી છે કે જેથી વિરોધીઓ ચૂંટણી ન લડી શકે. આ એક કાવતરુ છે. હજુસુધી કોઇ એજન્સીએ આ અંગે જાહેરાત નથી કરી કે ન તો ૨૦ કરોડ રૃપિયા હવાલા મારફતે દિલ્હી આવ્યા હોવાની સ્પષ્ટતા કરી છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IndNyw
via Latest Gujarati News
0 Comments