
(પીટીઆઇ) નવી દિલ્હી, તા.9 એપ્રિલ, મંગળવાર, 2019
આચાર સંહિતા ભંગના કેસમાં અને ખાસ તો શાસક પક્ષ ભાજપ દ્વારા કરાતી ગેર કાયદે કામગીરી સામે કડક હાથે કામ લેવામાં નિષ્ફળ જવા બદલ દેશના ૬૬ પૂર્વ સનદી અધિકારીઓએ ચૂંટણી પંચની વિશ્વસનીયતા અંગે રાષ્ટ્રપતિ રામ કોવિંદ સમક્ષ ચિંતા વ્યક્ત કરતો એક પત્ર લખ્યો હતો.
તેમણે જે દાખલાઓ ટાંક્યા હતા તેમાં વડા પ્રધાન મોદી દ્વારા પોતાના ભાષણમાં ભારતના પ્રથમ એન્ટી મિસાઇલ સેટેલાઇટના સફળ લોંચીંગનો કરેલો ઉલ્લેખનો સમાવેશ થતો હતો.
ઉપરાંત નમો ચેનલ સામે કાર્યવાહી કરવામાં પંચની નિષ્ફળતા, 'મોદી: એ કોમનમેન્સ જર્ની ' અને 'લેથાર્જી' વગેરેનો સમાવેશ થતો હતો. ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી દ્વારા 'મોદી કી સેના'નો કરાયેલા ઉલ્લેખ સામે પણ સનદી અધિકારીઓએ સખ્ત વાંધો લીધો હતો અને ચૂંટણી પંચ યોગી સામે કડકમાં કડક કાર્યવાહી કરે તેવી માગ કરી હતી.'
અનેક પડકારો અને પ્રક્રિયાની ગુંચ છતાં પણ સફળતા પૂર્વક ચૂંટણીઓ યોજવાનો માન મેળવનાર ભારતના ચૂંટણી પંચે પ્રત્યે અમને ખૂબ આક્રોશ છે. પંચ આજે વિશ્વસનીયતાની કટોકટીનો સામનો કરી રહ્યો છે, એવું અમને લાગે છે'એમ તેમણે લખ્યું હતું.
પંચની સ્વાયત્તા, વ્યાજબીપણું, તઠસ્થતા અને સખત પગલાં લેવાની કામગીરી પર સવાલો ઊઠી રહ્યા છે અને પંચે શાસક પક્ષ સામે શરણાગતિ સ્વીકારી હોય તેવું દેખાય છે. પરિણામે ભારતની એકતા, અખંડિતતા અને ચૂંટણીની પ્રક્રિયા પર જોખમ ઊભું થયું છે. ચૂંટણી તો ભારતીય લોકશાહીનો મજબૂત પાયો છે, પરંતુ હવે તેની સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. પંચ તઠસ્થ હોય તેવું દેખાતું નથી, એમ તેમણે હતાશ થઇને લખ્યું હતું.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GfrnTj
via Latest Gujarati News
0 Comments