નવી દિલ્હી,તા.8.એપ્રિલ 2019, સોમવાર

ઈંગ્લેન્ડ અને વેલ્સમાં રમાનારા ક્રિકેટ વિશ્વકપનો પ્રારંભ 30 મેથી થવાનો છે.વર્લ્ડકપ માટેની ભારતીય ટીમની જાહેરાત 15 એપ્રિલે કરવામાં આવશે.

બીસીસીઆઈ દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી.જેમાં કહેવામાં આવ્યુ હતુ કે, મુંબઈ ખાતે ક્રિકેટ બોર્ડના હેડક્વાર્ટરમાં પાંચ સભ્યોની સિલેક્શન કમિટી વિશ્વકપ માટેની ટીમની પસંદગી કરશે.

સૂત્રોનુ કહેવુ છે કે આઈપીએલની સમાપ્તિ અને વર્લ્ડકપના પ્રારંભ વચ્ચે માત્ર એક સપ્તાહનો સમયગાળો છે.તેવામાં ઘણા સ્ટાર ભારતીય ક્રિકેટરો આઈપીએલની કેટલીક મેચો ના રમે તેવી સંભાવનાઓ પણ છે.

દરેક ટીમે 23 એપ્રિલ પહેલા આઈસીસીને પોતાની ટીમની જાણકારી મોકલી આપવી  પડશે.કોઈ પણ ટીમ જો પોતાના 15 સભ્યોમાં ફેરફાર કરવા માંગતી હોય તો તેણે ટુર્નામેન્ટ શરુ થવાના એક સપ્તાહ પહેલા તે અંગે જાણકારી આપવી પડશે.નહીતર આઈસીસીની ટેકનિકલ કમિટી સંમતિ આપશે પછી જ કોઈ ફેરફાર કરી શકાશે.

ટીમ સિલેક્શનમાં કોહલી, ધોની જેવા કેટલાક નામ નિશ્ચિત છે પણ આ આઠ ખેલાડીઓ પર ખાસ નજર રહેશે.

- અંબાતી રાયડુ

- વિજય શંકર

- દિનેશ કાર્તિક

- હાર્દિક પંડ્યા

- ઋષભ પંત

- ઈશાંત શર્મા

- કે એલ રાહુલ

- અજિંક્ય રહાણે



from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2KiurC4
via Latest Gujarati News