
નવી દિલ્હી,તા.8.એપ્રિલ 2019, સોમવાર
ભારત સામે યુધ્ધના મેદાનમાં ઉતરવાની ડંફાસો હાંકતા પાકિસ્તાનની હાલત ભિખારી કરતા પણ ખરાબ છે ત્યારે પીએમ ઈમરાનખાનની પાર્ટીના એક નેતાએ તો લોકોને બેની જગ્યાએ એક રોટલી ખાવાની સલાહ આપી દીધી છે.
પાકિસ્તાનના ખૈબર પખ્તૂન્વા પ્રાંતની વિધાનસભાના સ્પીકર મુસ્તાક ગાનીએ કહ્યુ હતુ કે, મોંઘવારીના જમાનામાં લોકોએ રોટલી ખાવાનુ ઓછુ કરવુ જોઈએ.બેની જગ્યાએ એક રોટલી ખાવી જોઈએ.
પાકિસ્તાન પર હાલમાં ભારે દેવુ થઈ ગયુ છે તેનો ઉલ્લેખ કરીને મુસ્કાકે કહ્યુ હતુ કે, ભવિષ્યમાં એવો સમય પણ આવશે જ્યારે બેની જગ્યાએ અઢી રોટલી ખાવાનો પણ મોકો મળશે.
નેતાજીનુ નિવેદન બહુ જલ્દી ચર્ચામાં આવી ગયુ હતુ.જેના પર પાકિસ્તાનની પિપલ્સ પાર્ટીના નેતા બિલાવલ ભુટ્ટોએ કટાક્ષ કરતા કહ્યુ હતુ કે, નવા પાકિસ્તાન અંગે તો ખબર નથી પણ આ મોંઘુ પાકિસ્તાન ચોક્કસ છે.
એ પછી ટ્વિટર પર પણ આ મુ્દ્દો ચર્ચામાં આવી ગયો હતો.લોકોએ ઈમરાનખાન અને તહેરિક એ ઈન્સાફ પાર્ટીના નેતાઓ આલિશાન જયાફત માણી રહ્યા હોય તેવા ફોટા પણ શેર કર્યા હતા.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2uSYFkE
via Latest Gujarati News
0 Comments