નવી દિલ્હી, તા. 8 એપ્રિલ 2019, સોમવાર
લોકસભા ચૂંટણી 2019ને લઇને ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યા બાદ બીજેપી અધ્યક્ષ અમિત શાહે બીજેપી સરકારની ઉપલબ્ધી ગણાવી. તેમણે કહ્યું કે હું 2014ની યાદ અપાવવા આવ્યો છું. તે સમયે બીજેપીએ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને વડાપ્રધાનના ઉમેદવાર તરીકે લઇને આવ્યાં. પૂર્ણ બહુમતથી કેન્દ્રમાં બીજેપીની સરકાર બની. પૂર્ણ બહુમત હોવા છતા બીજેપીએ એનડીએની સરકાર બનાવી. એનડીએ સરકારે મોદીના નેતૃત્વમાં સિમાચિન્હ કામ કર્યું છે.
ચૂંટણી ઢંઢેરાને લઇને અમિત શાહની મહત્વની વાત
- 2014થી 2019ની સફર ભારતના વિકાસની સફર લખવામાં આવશે. આ પાંચ વર્ષ સુવર્ણ અક્ષોરથી લખવામાં આવશે. આ પાંચ વર્ષમાં મોદીના નેતૃત્વમાં પ્રેરણાદાયક સરકાર આપવાનું કામ બીજેપીએ કર્યું.
- ફક્ત પાંચ વર્ષની અંદર દેશને પાટા ઉપર લાવવાનું કામ મોદી સરકારે કર્યું. 2014માં જ્યારે જનાદેશ આપવામાં આવ્યો તો ભારતની અર્થવ્યવસ્થા 11થી પાછળ હતી અને છઠ્ઠા નંબર છે.
- દેશની સુરક્ષાને સુનિશ્ચિત કરવાનું કામ મોદી સરકારે કર્યું. સમગ્ર દુનિયામાં તે સંદેશ આપવામાં આવ્યો કે ભારતને કોઇ મજાકમાં ન લઇ શકે.
- 125 કરોડ લોકો પોતાને ગૌરવશાળી અનુભવ કરી રહ્યાં છે.
- એક પણ કૌભાંડ, ભ્રષ્ટાચારનો આરોપ લાગે એવું કામ બીજેપી સરકારે કર્યું નથી.
- એક પારદર્શી સરકાર કેવી હોય શકે તેવું કામ મોદી સરકારે કર્યું છે. સમગ્ર દુનિયામાં ભારત મહાશક્તિ તરીકે ઉભર્યું છે. પહેલા દુનિયાને ધ્યાનમાં રાખીને લેવાત નિર્ણયમાં આપણી કોઇ ભૂમિકા નહતી પરંતુ આજે ભારત અગત્યની ભૂમિકા ભજવે છે.
- મોદી સરકારે પાંચ વર્ષની અંદર 50 મોટા પગલા ઉઠાવ્યાં જે ઇતિહાસનો હિસ્સો બન્યા.
- 2014નો જનાદેશ કોંગ્રેસના શાસનથી જન્મેલી હતાશા અને મોદીની આશામાં જનતાએ ચૂંટી. દેશમાં ચારે તરફ વિકાસ થયો છે.
- લોકોની અપેક્ષા છે ભવિષ્યમાં જીવન સ્તર ઘણું સુધરશે. દેશ આંતકવાદથી મુક્ત હોય એવા પ્રકારની સુરક્ષા વ્યવસ્થા દેશની જનતાને અપેક્ષા છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IjEiVp
via Latest Gujarati News
0 Comments