
નવી દિલ્હી,તા.8.એપ્રિલ 2019, સોમવાર
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથના ઓએસડી પ્રવીણ કક્કડ જ નહી કમલનાથના બનેવીની નોઈડા સ્થિત કંપનીના પ્લાન્ટ પર પણ આઈટી વિભાગે દરોડો પાડ્યો હોવાનુ બહાર આવ્યુ છે.
નોઈડા ખાતેનો આ પ્લાન્ટ મોઝર બિયર કંપનીનો છે.આ કંપની કમલનાથના બનેલી દીપક પુરીની છે.મોઝર બીયર કંપની એક જમાનામાં સીડી બનાવતી હતી.દીપક પુરીએ 1983માં આ કંપની સ્થાપી હતી.દુનિયામાં સીડી પ્રોડક્શનમાં કંપનીનો બીજો ક્રમ હતો.
1993માં દીપક પુરીના પુત્ર અને કમલનાથના ભાણેજ રાતુલ પુરીએ કંપનીનુ સંચાલન સંભાળ્યુ હતુ.કંપનીએ મેમોરી કાર્ડ, એલઈડી બલ્બ અને સોલર પ્લાન્ટનુ કામકાજ પણ શરુ કર્યુ હતુ.
2006માં હોમ એન્ટરટેઈન્મેન્ટ બિઝનેસમાં પણ કંપનીએ ઝુકાવ્યુ હતુ અને કેટલીક ભોજપુરી તેમજ હિન્દી ફિલ્મોનુ પ્રોડક્શન પણ કર્યુ હતુ.એક સમયે કંપનીમાં 15000 જેટલા કર્મચારીઓ હતા પણ ધીરે ધીરે કંપનીની હાલત બગડતી ગઈ હીત.જેના પગલે હજારો કર્મચારીઓ બેકાર થઈ ગયા હતા.
કંપનીને દેવાળૂ કાઢવામાં ચીનનો પણ હાથ રહ્યો હતો.ચીનના કારણે લોકોને સીડી અને ડીવીડીના સસ્તા વિકલ્પ મળવા માંડ્યા હતા.ઉપરાંત ઈન્ટરનેટ અને સ્માર્ટ ફોનના રિવોલ્યુશનના કારણે સીડી અને ડીવીડીનુ માર્કેટ જ ખતમ થઈ ગયુ હતુ.સોલર માર્કેટમાં પણ ચીનના કારણ કંપનીને પછડાટ મળી હતી.
2018માં કંપનીને દેવાળિયા જાહેર કરવામાં આવી હતી.શેર બજારમાં તેના શેરની લે વેચ પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો.ત્યાં સુધીમાં કંપની પર 4000 કરોડ ઉપરાંતનુ દેવુ થઈ ગયુ હતુ.
સવાલ એ છે કે આઈટી વિભાગે કંપનીના પ્લાન્ટ પર કેમ દરોડો પાડ્યો છે.જોકે આ બાબતનો હજી સુધી કોઈ ખુલાસો થયો નથી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IfNkD3
via Latest Gujarati News
0 Comments