પશ્ચિમ બંગાળમાં 15 વર્ષ પહેલાના બિહાર જેવી સ્થિતિ, પ્રજાને પોલીસ પર ભરોસો નથી

નવી દિલ્હી, તા. 21. એપ્રિલ 2019 રવિવાર

ચૂંટણી પંચના બંગાળના વિશેષ ચૂંટણી નિરિક્ષક અજય નાયકે પશ્ચિમ બંગાળમાં કાયદો અને વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યા છે.

તેમણે આજના પશ્ચિમ બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સરખામણી 15 વર્ષ પહેલાના બિહાર સાથે કરીને કહ્યુ છે કે, રાજ્યના લોકોને બંગાળ પોલીસ પરથી વિશ્વાસ ઉઠી ગયો છે.

બીજી તરફ ચૂંટણી આયોગે માલ્દાના પોલીસ અધ્યક્ષ અર્નબ ઘોષની બદલી કરી છે અને તે ચૂંટણી ફરજ પરથી હટાવાયેલા છઠ્ઠા પોલીસ અધિકારી છે.

નાયકે તો એટલે સુધી કહ્યુ છે કે, બિહારમાં 15 વર્ષ પહેલા આવી સ્થિતિ સર્જાઈ ત્યારે ત્યાંના લોકો અને પાર્ટીઓ સમજી ચુકી હતી કે, હવે લાંબો સમય આવુ નહી ચાલે.એટલે બિહારમાં બદલાવ આવ્યો હતો.

ચૂંટણી આયોજન પર દેખરેખની જવાબદારી સંભાળી રહેલા નાયકે કહ્યુ હતુ કે, 23 એપ્રિલે ત્રીજા તબક્કાની ચૂંટણી માટે કેન્દ્રીય સુરક્ષા બળોની 324 કંપનીઓ 92 ટકા મતદાન મથકો પર તૈનાત રહેશે.

જોકે તૃણમુલ કોંગ્રેસના તેવર આ નિવેદન પછી ઢીલા પડયા નથી.ઉલ્ટાનુ મમતા બેનરજીની પાર્ટીએ નાયકની નિમણૂંક પર સવાલ ઉઠાવીને કહ્યુ છે કે, એક સેવા નિવૃત્ત સરકારી અધિકારીને કેવી રીતે આ પદ પર મુકવામાં આવ્યા ? પશ્ચિમ બંગાળ સાચી દિશામાં જઈ રહ્યુ છે.મને નથી લાગતુ કે લોકોને કોઈ પરેશાની હોય.

ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળમાં પહેલા બે તબક્કાની ચૂંટણી દરમિયાન ભારે હિંસા થઈ હતી.ભાજપના બે કાર્યકરોની હત્યા પણ કરાઈ હતી.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GyWb1p
via Latest Gujarati News

Post a Comment

0 Comments