રેટ્રોફિટ રીપેરીંગ ટેકનિક દ્વારા હેરિટેજ બિલ્ડિંગની શાનમાં વધારો કરી શકાય


સેપ્ટ યુનિવર્સિટીમાં ફેકલ્ટી ઓફ ટેકનોલોજી દ્વારા જીઆઇડીસી ભવન ખાતે રીપેર એન્ડ રીહેબિટેશન ઓફ કોક્રિંટ સ્ટ્રક્ચર પર શ્રીનિવાસા રેડ્ડીની ટોક યોજાઇ હતી. ટૉકમાં તેમણે રેટ્રોફિટીંગ ટેકનિક વિશે વાત કરતા કહ્યું કે, કોંક્રિટ કન્ટ્રક્શન મકાનની લાઇફ ૫૦ વર્ષની આંકવામાં આવે છે. ત્યારબાદ તેમાં રીપેર અને રીનોવેશનની જરૃર પડે છે. રીપેર પ્રક્રિયામાં રેટ્રોફીટીંગ ટેકનિક વધારે ફાયદાકારક છે. કારણ કે, રેટ્રોફિટીંગમાં કન્સ્ટ્ર્રક્શનની ત્રણ વસ્તુઓ ધ્યાનમાં લેવામાં આવે છે, જેમાં કન્ડિશન એસેસમેન્ટ, રીપેર ટેકનોલોજી અને રીપેર મટીરિયલનો સમાવેશ થાય છે. રેટ્રોફિટીંગ ટેકનિકમાં મટીરિયલ અને ટેકનોલોજી ધ્યાનમાં લેવાતી હોવાથી સ્ટ્રક્ચરની લાઇફ વધારી શકાય છે. ઉપરાંત હેરિટેજ અને જૂના બિલ્ડિંગને રીપેર કરવા માટે રેટ્રોફિટીંગ ટેકનિક ઉપયોગી છે. સેમિનારમાં વિવિધ કોલેજના સ્ટુડન્ટસે ભાગ લીધો હતો.

શહેરના ઘણા બિલ્ડિંગની લાઇફ ૫૦ વર્ષ કરતા વધારે છે

અમદાવાદના ઘણા બિલ્ડિંગની લાઇફ ૫૦ વર્ષ કરતા વધારે છે, જૂના બિલ્ડિંગનું રીનોવેશન થવું ખૂબ જરૃરી છે. રીપેરીંગ પ્રક્રિયામાં પણ યોગ્ય ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે તો બિલ્ડિંગના દેખાવ સાથે લાઇફ પણ વધારી શકાય છે. રેટ્રોફિટીંગ ટેકનિક દ્વારા ગ્રાઉન્ડ મોશન, ચક્રવાત, ભૂકંપ અને વાવાઝોડા સામે પણ લડત આપી શકાય છે.

રેટ્રોફિટીંગ દ્વારા સ્ટ્રક્ચરને થર્મલ ઇફિશ્યન્ટ બનાવી શકાય 

સ્ટ્રક્ચરને થર્મલ ઇફિસ્યન્ટ અને સસ્ટેનેબલ બનાવવા માટે રેટ્રોફિટીંગ ટેકનિકનો ઉપયોગ કરી શકાય છે. રેટ્રોફિટીંગ ટેકનિકના ઘણા ટાઇપ છે, ઇમારતને માત્ર બીમ કે કોલમને સહારાની જરૃર હોય છે, ત્યારે સ્ટીલ સ્ટ્રક્ચર દ્વારા બહારથી બીમ કે કોલમને ટેકો આપી શકાય છે. ઉપરાંત બ્રીજના રીનોવેશ માટે પણ ટેકનિક વધારે ફાયદાકારક રહે છે.



from Gujarat samachar-plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VjCxyo
via Latest Gujarati News

Post a Comment

0 Comments