ભાજપે લોકસભાના ઉમેદવારોની 16મી યાદી જાહેર કરી, મહારાષ્ટ્રમાં કિરિટ સોમૈયાનું પત્તુ કપાયું

નવી દિલ્હી, તા.3 એપ્રિલ 2019,બુધવાર

ભાજપે લોકસભાની ચૂંટણી માટે ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર માટે છ ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. જોકે યાદીમાંથી સાંસદ કિરિટ સોમૈયાનું પત્તી કાપવામાં આવ્યું છે. અને તેની જગ્યાએ મનોજ કોટકને ટીકીટ આપી છે. મનોજ કોટક મુંબઇની નોર્થ ઇસ્ટ બેઠક પરથી ચૂંટણી લડશે. એવી અટકળો છે કે શીવસેનાની નારાજગીને કારણે સોમૈયાનું પત્તુ કાપવામા આવ્યું છે.

 મહારાષ્ટ્રની એક બેઠક ઉપરાંત ભાજપે ઉત્તર પ્રદેશની અન્ય પાંચ બેઠકો પર પણ ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ભાજપે ફિરોઝાબાદથી ડોક્ટર ચંદ્રા સેનને ટિકિટ આપી છે. જ્યારે મૈનપુરીમાં પક્ષે મુલાયમસિંહ યાદવની સામે પ્રેમસિંહનો પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. 

રાયબરેલી બેઠક પર સોનિયા ગાંધીની વિરુદ્ધ પણ ભાજપે ઉમેદવાર જાહેર કર્યા છે. રાયબરેલીથી દિનેશ પ્રતાપસિંહ ચૂંટણી લડશે. આઝમગઢથી દિનેશ યાદવને ટિકિટ આપી છે. આઝમગઢથી સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને પૂર્વ મુખ્ય પ્રધાન અખિલેશ યાદવ મહાગઠબંધનના ઉમેદવાર છે.

૨૦૧૪માં લોકસભાની ચૂંટણીમાં મુલાયમસિંહ યાદવને આ બેઠક પર જીત મળી હતી. મછલીશહરથી ભાજપે વી પી સરોજને ટિકિટ આપી છે. કોંગ્રેસથી વિધાન પરીષદ સભ્ય રહેલા દિનેશ પ્રતાપસિંહ ગયા વર્ષે એપ્રીલમાં ભાજપમાં જોડાયા હતા. 

કિરિટ સોમૈયાનું પત્તુ કપાવા અંગેના એવા કારણોની પણ ચર્ચા છે કે સોમૈયાએ સાંસદ રહ્યા તે દરમિયાન શિવસેના વિરુદ્ધ વધુ આક્રામક નિવેદનો આપ્યા હતા, જેનાથી શિવસેના પણ નારાજ હતી. જેને પગલે તેમને ટિકિટ આપવામા નથી આવી. ૨૦૧૪માં તેઓ લોકસભાની ચૂંટણી જીત્યા હતા, તેમની જગ્યાએ હવે મનોજ કોટકને ભાજપે પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. જેને પગલે કિરિટ સોમૈયા તેનો વિરોધ કરે તેવી પણ અટકળો ચાલી રહી છે. 



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2K3M5te
via Latest Gujarati News

Post a Comment

0 Comments