ચીનમાં અંધાધૂંધની બોલબાલાઃ 200 કરોડ કમાઇ


બીજિંગ / મુંબઇ તા.16 એપ્રિલ 2019, મંગળવાર

ગઇ કાલ સુધી બી ગ્રેડના ગણાતા અભિનેતા આયુષમાન ખુરાનાની ફિલ્મ અંધાધૂંધે ચીનમાં બસો કરોડની કમાણી કરીને એક નવો વિક્રમ સ્થાપ્યો હતો.

રાતોરાત આયુષમાન આમિર ખાન અને સલમાન ખાનની હરોળમાં આવી ગયો હતો. 201૮માં એની બે ફિલ્મો ભારતમાં રજૂ થઇ હતી- અંધાધૂંધ અને બધાઇ હો. બંને ફિલ્મો  હિટ નીવડી હતી અને બંને ફિલ્મોએ 100 કરોડથી વધુ કમાણી કરી હતી. રાતોરાત આયુષમાન બી ગ્રેડનો મટીને એ ગે્રડનો કલાકાર બની ગયો હતો. તાજેતરમાં એની અંધાધૂંધ ચીનમાં રજૂ થઇ હતી અને રજૂ થતાંની સાથે એેક વિક્રમ સ્થાપી દીધો હતો.

અંધાધૂંધ એક મર્ડર મિસ્ટ્રી છે. સિનિયર ટ્રેડ પંડિત તરણ આદર્શે ટ્વીટર પર જણાવ્યું હતું કે આયુષમાનની ફિલ્મ અંધાધૂંધે ચીનમાં 20૮.17 કરોડની કમાણી કરી લીધી હતી. હજુ પણ ફિલ્મ ચાલી રહી છે. 

તરણે વધુમાં કહ્યંુ હતું કે આમિર ખાનની દંગલ અને સિક્રેટ સુપર સ્ટાર તથા સલમાનની બજરંગી ભાઇજાન પછી આયુષમાનની ફિલ્મ અંધાધૂંધેે ચીનમાં માતબર કમાણી કરી હતી.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IAebtr
via Latest Gujarati News

Post a Comment

0 Comments