મુંબઇ, તા. 25 એપ્રિલ, 2019, ગુરૂવાર
રિઝર્વ બેંકના તમામ બેંકો પર આકરા નિયમન અમલી હોવા છતાં વિતેલા ૨૦૧૭-૧૮ના નાણાંકીય વર્ષમાં બેકિંગ સેક્ટરના જાહેર લોકપાલને બેંકો સામેની ૧૬૩૫૯૦ ફરિયાદ મળી હતી જે અગાઉના વર્ષની તુલનાએ ૨૪.૯ ટકા વધુ છે.
સૂચિત સમયગાળા દરમિયાન મળેલ ૧૬૩૫૯૦ ફરિયાદોમાંથી સૌથી વધુ ફરિયાદ સરકાર હસ્તકની જાહેર ક્ષેત્રની બેંકો સામે હતી. તેમ રિઝર્વ બેંકના વાર્ષિક રિપોર્ટમાં જણાવાયું હતું. રિપોર્ટમાં જણાવ્યા મુજબ મળેલ આ ફરિયાદોમાંથી તેના નિકાસનું પ્રમાણ ૯૬.૫ ટકા રહ્યુંહતું. જે તેની અગાઉના વર્ષે ૯૨ ટકા હતું.
અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે જુલાઈ ૨૦૧૭માં મોબાઈલ બેકિંગ તેમજ ઇલેક્ટ્રોનીક્સ બેકિંગ સર્વિસના અમલ બાદ આ ક્ષેત્રની ફરિયાદો પણ મળેલ છે. ૨૦૧૭-૧૮ દરમિયાન મોબાઈલ ઇલેક્ટ્રોનિક બેકિંગ અંગે ૮૪૮૭ ફરીયાદો મળી હતી. ડિજિટાઇઝેશનના વધતા વ્યાપના કારણે રિઝર્વ બેંક દ્વારા ડિજિટલ બેકિંગ અંગેની ફરીયાદ માટે એક અલગ વિભાગની રચના કરવા વિચારણા હાથ ધરાઈ છે.
બેંકો સામે ગ્રાહકોની મળેલ ફરિયાદોમાં નોન-ઓબ્ઝર્વેશન ઓફ ફેર પ્રેક્ટીસ કોડ અંગે ૨૨.૧ ટકા, ટેલર મશીન અને ડેબીટ કાર્ડ ઇશ્યુ અંગે ૧૫.૧ ટકા, ક્રેડિટ કાર્ડ ઇશ્યુ અંગે ૭.૭ ટકા, કમીટમેન્ટ અંગે નિષ્ફળતા સંદર્ભે ૬.૮ ટકા અને મોબાઈલ ઇલેક્ટ્રોનીક બેકિંગ અંગે ૫.૨ ટકા ફરીયાદો મળી હતી.
બેંકો સામે મળેલી ફરિયાદોમાં સૌથી વધુ ફરીયાદ મુંબઇ અને દિલ્હીથી મળી હતી. ઝોન વાઇઝ જોઇએ તો નોર્થ ઝોનમાંથી ૪૪ ટકા ફરીયાદ મળી હતી. જ્યારે ઇસ્ટ ઝોનમાંથી માત્ર ૧૫ ટકા ફરીયાદ મળી હતી.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2LhR9Ld
via Latest Gujarati News
0 Comments