
નવી દિલ્હી, તા. 18 એપ્રિલ 2019, ગુરુવાર
લોકસભાની ચૂંટણીના બીજા તબક્કા હેઠળ 11 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ પોંડિચેરીમાં 95 સીટો પર મતદાન પૂર્ણ થયું છે. આ દરમિયાન કુલ 1,611 ઉમેદવારો મેદાનમાં હતા. લોકસભાની ચૂંટણીના આ તબક્કામાં પૂર્વ વડાપ્રધાન અને ચાર કેન્દ્રીય મંત્રી ચૂંટણી મેદાનમાં છે. ભાજપ પોતાની 27 સીટને બચાવવાના પ્રયાસમાં છે જ્યારે કોંગ્રેસે ગત સામાન્યુ ચૂંટણીમાં જીતેલી 12 સીટો સાથે જ પોતાનું પ્રદર્શન સુધરવાની આશા કરી રહ્યું છે.
મતદાન દરમિયાન છત્તીસગઢમાં નક્સલીઓએ IED વિસ્ફોટ, પશ્ચિમ બંગાળમાં પથ્થર મારો કરનારા પર પોલીસનો ગોળીબાર અને કેટલાક સ્થાનો પર EVMની ગડબડની ફરીયાદો મળી. રાયગંજના ઇસ્લામપુરમાં CPM ઉમેદવારના વાહન પર પથ્થરમારો થયો. આ ઉપરાંત ઓડિસામાં 35 વિધાનસભાની સીટો અને તમિલનાડૂમાં 18 વિધાનસભાની સીટો પર મતદાન થયું.
સાંજે પાંચ વાગ્યા સુધીમાં નોંધાયેલું મતદાન
| રાજ્ય |
મતદાન |
| અસમ |
73.32% |
| બિહાર |
58.14% |
| છત્તીસગઢ |
68.70% |
| જમ્મુ-કાશ્મીર |
43.37% |
| કર્ણાટક |
61.80% |
| મહારાષ્ટ્ર |
55.37% |
| મણિપુર |
74.69% |
| ઓડિશા |
57.41% |
| પોંડિચેરી |
72.40% |
| તમિલનાડૂ |
61.52% |
| ઉત્તરપ્રદેશ |
58.12% |
| પ.બંગાળ |
75.27% |
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2V94Uzg
via Latest Gujarati News
0 Comments