નવી દિલ્હી, તા. 03 એપ્રિલ 2019, બુધવાર
અમેરિકન થિંક ટેંક પ્યૂ રિસર્ચ સેન્ટરે વૈશ્વિક મુસ્લિમ વસ્તી પર નવા આંકડાઓ રજૂ કર્યા છે. આ સાથે જ 2060 સુધીમાં સૌથી વધારે મુસ્લિમ અને ક્રિશ્ચિયન વસ્તી વધાવતા ટોપ 10 દેશોની યાદી જાહેર કરી. જે મુજબ 2060 સુધીમાં ભારત સૌથી વધારે મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ બની જશે.
આંકડાઓ પ્રમાણે હાલ સૌથી વધારે મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ ઇન્ડોનેશિયા છે. બીજા સ્થાન પર ભારત છે. ભારતમાં 194,810,000 મુસ્લિમો વસે છે. જ્યારે પાકિસ્તાન ત્રીજા સ્થાને છે. પાકિસ્તાનમાં 184,000,000 મુસ્લિમોની વસ્તી છે. જ્યારે ચોથા સ્થાને બાંગ્લાદેશ અને પાંચમાં સ્થાને નાઇઝિરીયા છે.
આ અહેવાસ પ્રમાણે 2060 સુધીમાં ભારત સૌથી વધારે મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ બનશે. 2060 સુધીમાં ભારતમાં મુસ્લિમ વસ્તી 3,33,090,000 હશે. જે ભારતની કુલ વસ્તીના 19.4% હશે. જ્યારે દુનિયાની કુલ મુસ્લિમ વસ્તીના 11.1% હશે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2CQYk6e
via Latest Gujarati News
0 Comments