
નવી દિલ્હી,તા.20.એપ્રિલ 2019, શનિવાર
પીએમ મોદીએ લોકસભાની ગત ચૂંટણીમાં ચા વેચનારા તરીકે લોકોની સહાનુભૂતિ મેળવી હતી.જેના કારણે તેમને ચૂંટણી જીતવામાં પણ મદદ મળી હતી.
જોકે તેની સામે એક ચા વાળો એવો પણ છે જે 22 વખત ચૂંટણી હારી ગયા બાદ હવે 23મી વખત ચૂંટણી મેદાનમાં છે.
આ ચાવાળાનુ નામ છે આનંદસિંહ કુશવાહા અને તેઓ મધ્યપ્રદેશની ગ્વાલિયર બેઠક પરથી ચૂંટણીલ ડી રહ્યા છે.1994થી દરેક ચૂંટણી લડનાર આનંદ સિંહ કુશવાહાએ એક અંગ્રેજી અખબાર સાથેની વાતચીતમાં કહ્યુ હતુ કે, લોકોને અલગ અલગ શોખ હોય છે અને મને ચૂંટણી લડવાનો શોખ છે.એક જવાદાર નાગરિક તરીકે આ મારી ફરજ પણ છે.હું તો લોકસભા જ નહી પણ વિધાનસભા અને કોર્પોરેશનની ચૂંટણી પણ લડયો છું
તેઓ કહે છે કે, આ વખતે મને લાગે છે કે, બસપા મને ટિકિટ આપશે પણ નહી આપે તો અપક્ષ ઉમેદવારી નોંધાવવાનુ નક્કી જ છે.મને આશા છે કે, આ વખતે હું જીતીશ.
કુશવાહાને પહેલા તો તેમના પરિવારજનો ચૂંટણી નહી લડવા સમજાવતા હતા પણ હવે તેમની મક્કમતા જોઈને કશું કહેવાનુ છોડી દીધુ છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UtBXtt
via Latest Gujarati News
0 Comments