નવી દિલ્હી, તા. 07 એપ્રિલ 2019, રવિવાર
લોકસભાની ચૂંટણી માટેના પ્રચારની સાથે સાથે મતદારોનો મૂડ જાણવા માટે અલગ અલગ સર્વે પણ થઈ રહ્યા છે. એક ટીવી ચેનલ અને સર્વે કરનાર સંસ્થાના વધુ એક સર્વેમાં એવુ તારણ નિકળ્યુ છે કે, ગત ચૂંટણીમાં એકલા હાથે 280 બેઠક મેળવનાર ભાજપ આ વખતે 230ના આંકડા સુધી પહોંચશે.જ્યારે કોંગ્રેસની બેઠકો 44 થી વધીને 97 સુધી પહોંચશે.
સર્વેમાં ભાજપ સહિતના NDAના સાથી પક્ષોને 275 બેઠકો મળવાનુ અનમાન છે.જ્યારે કોંગ્રેસ સહિત UPAને 147 બેઠકો તથા અન્યોને 121 બેઠકો મળશે તેવુ અનુમાન કરવામાં આવ્યુ છે.અન્ય પક્ષોમાં સપા, બસપા, તૃણમુલ કોંગ્રેસ, TRS જેવી પાર્ટીઓ સામેલ છે.
આ સર્વેમાં કુલ 65,160 લોકોના અભિપ્રાય લેવામાં આવ્યા હતા. NDAની 275 બેઠકમાં ભાજપને 230, શિવસેનાને 13, JDUને 9, અકાલીદળને 2 અને AIDMKને 10 બેઠકો મળશે તેવો અંદાજ છે. જ્યારે UPAમાં કોંગ્રેસને 97, DMKને 16, RJDને 8, TDPને સાત બેઠકો મળશે તેવુ તારણ છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IdOoHz
via Latest Gujarati News
0 Comments