બાલાકોટ હુમલામાં ઠાર 250 આતંકવાદીઓનો આંકડો સાચો નથી: વી.કે. સિંહ

નવી દિલ્હી, તા. 28 એપ્રિલ 2019 રવિવાર

વિદેશ રાજ્ય મંત્રી જનરલ વી.કે.સિંહે શનિવારે કહ્યુ કે પાકિસ્તાન ક્યારેય પણ ભારતનો મિત્ર નહીં બની શકે. જયપુરમાં ભાજપ મુખ્યાલયમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા તેમણે કહ્યુ કે જો ભારત ક્યારેય પણ પાકિસ્તાનને પોતાનો મિત્ર માનશે તો તે ભારતની સૌથી મોટી કમજોરી હશે. 

સિંહે કહ્યું મને જણાવવામાં આવ્યુ છે કે રાજસ્થાનની સરહદ વિસ્તારના એક વિપક્ષી ઉમેદવારે દાવો કર્યો છે કે પાકિસ્તાન ભારત માટે જોખમ નથી અને તેથી આની સાથે દુશ્મન રાષ્ટ્રની જેમ વ્યવહાર કરવો જોઈએ નહીં.

સિંહે કહ્યુ પરંતુ જે દેશ આતંકવાદનું કેન્દ્ર હોવા સિવાય ભારત વિરુદ્ધ યુદ્ધ કરે છે, તેને ક્યારેય પણ મિત્રની જેમ માની શકાય નહીં. પાકિસ્તાનને દોસ્ત માનવો ભારતની સૌથી મોટી કમજોરી હશે. 

ભાજપ નેતાએ કહ્યું રાજસ્થાનના લોકો દેશના ફાયદા અને ભવિષ્ય સુરક્ષિત કરવા માટે કેન્દ્રમાં એક મજબૂત અને સ્થિર સરકાર ઈચ્છે છે. તેમણે કહ્યું મે રાજસ્થાનની જોધપુર, બાડમેર, ઉદયપુર અને રાજસમંદ સંસદીય વિસ્તારોનો પ્રવાસ કર્યો છે. હુ તે અંડરકરંટને મહેસૂસ કરી શકુ છુ. જે મે ઉત્તર પ્રદેશમાં અનુભવ્યુ હતુ. 



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2PyEcuD
via Latest Gujarati News

Post a Comment

0 Comments