
હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્ષ(ડબ્લ્યુપીઆઇ) આધારિત ફુગાવો જાન્યુઆરીમાં 2.76 ટકા અને ફેબ્રુઆરીમાં 2.93 ટકા હતો
(પીટીઆઇ) નવી દિલ્હી, તા.15 એપ્રિલ, 2019, સોમવાર
ખાદ્યાન્ન વસ્તુઓ અને ઇંધણના ભાવ વધવાને કારણે જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો વધીને ૩.૧૮ ટકા થયો છે. જે ત્રણ મહિનાની સર્વોચ્ચ સપાટી દર્શાવે છે તેમ સરકાર દ્વારા જારી આંકડામાં જણાવવામાં આવ્યું છે.
હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્ષ(ડબ્લ્યુપીઆઇ) આધારિત ફુગાવો જાન્યુઆરી, ૨૦૧૯માં ૨.૭૬ ટકા અને ફેબુ્રઆરી, ૨૦૧૯માં ૨.૯૩ ટકા રહ્યો હતો. ડિસેમ્બર, ૨૦૧૮માં આ ફુગાવો ૩.૪૬ ટકા રહ્યો હતો. ગયા વર્ષે માર્ચમાં ડબ્લ્યુપીઆઇ આધારિત ફુગાવો ૨.૭૪ ટકા રહ્યો હતો.
માર્ચ, ૨૦૧૯માં ખાદ્યાન્ન વસ્તુઓનો ફુગાવો વધીન ૫.૬૮ ટકા રહ્યો હતો. જે ફેબુ્રઆરી, ૨૦૧૯માં ૪.૨૮ ટકા હતો. શાકભાજીના ભાવ રોકેટ ગતિએ વધવાને કારણે ખાદ્યાન્ન વસ્તુઓના ફુગાવામાં વધારો જોવા મળ્યો છે.
માર્ચ, ૨૦૧૯માં શાકભાજીનો ફગાવો ૨૮.૧૩ ટકા રહ્યો છે. ફેબુ્રઆરી, ૨૦૧૯માં આ ફુગાવો ૬.૮૨ ટકા હતો. જો કે માર્ચમાં બટાકાનો ફુગાવો ઘટીને ૧.૩૦ ટકા થયો છે. જો ફેબુ્રઆરીમાં ૨૩.૪૦ ટકા હતો.
માર્ચ મહિનામાં દાળ અને ઘંઉનો ફુગાવો ઘટીને અનુક્રમે ૧૦.૬૩ ટકા અને ૧૦.૧૩ ટકા રહ્યો છે. માર્ચ મહિનામાં ઇંડા, માંસ અને માછલીનો ફુગાવો ઘટીને ૫.૮૬ ટકા રહ્યો હતો.
માર્ચ મહિનામાં ડુંગળીના ભાવમાં ૩૧.૩૪ ટકા અને ફળોના ભાવમાં ૭.૬૨ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. જો કે ઇંધણ અને વીજળી સેક્ટરનો ફુગાવો વધીને ૫.૪૧ ટકા થયો છે. જે ફેબુ્રઆરીમાં ૨.૨૩ ટકા રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે ગયા મહિને રિટેલ ફુગાવાના આંકડા પણ જારી કરવામાં આવ્યા હતાં. માર્ચમાં રિટેલ ફુગાવો પણ વધીને ૨.૮૬ ટકા રહ્યો હતો.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2v5Wkmj
via Latest Gujarati News
0 Comments