ઘરઆંગણે સોયાતેલમાં ટેરીફ વેલ્યુ ઘટતાં બજાર ભાવમાં ઘટાડો: પામતેલમાં 400 ટનના વેપાર

મુંબઈ,તા. 17  એપ્રિલ, 2019, બુધવાર

મુંબઈ તેલ-બિયાં બજાર આજે મહાવીર જન્મ કલ્યાણક નિમિત્તે બંધ રહી હતી.  બંધ બજારે પામતેલમાંહવાલા રિસેલ તથા ડાયરેકટ ડિલીવરીમાં મળીને આશરે  ૩૦૦થી ૪૦૦ ટનના  વેપાર  થયા હતા. દરમિયાન વિશ્વ બજારના સમાચાર આજે પ્રોત્સાહ હતા. મલેશિયામાં  પામતેલનો વાયદો  વધી છેલ્લે ૨૫,૩૪, ૩૪તથા ૩૫ પોઈન્ટ પ્લસમાં  બંધ હતો પામ પ્રોડકટના ભાવ અઢી  ડોલર ઉંચકાયા હતા. અમેરિકામાં શિકાગો સોયાતેલ વાયદો  ઓવરનાઈટ  ૯થી ૧૦ પોઈન્ટ નરમ રહ્યા પછી આજેપ્રોજેકશનમાં  ભાવ સાંજે ૧૧થી૧૨ પોઈન્ટ પ્લસમાં  હતા.

 ત્યાં  ઓવરનાઈટ ટ્રેન્ડમાં  સોયાખોળનો વાયદો ૪૩થી ૪૬ પોઈન્ટ  ઘટયો હતો જ્યારે  સોયાબીનનો વાયદો  ૧૦૦થી ૧૦૬ પોઈન્ટ ગબડયાના સમાચાર હતા.   ન્યુયોર્ક કોટન વાયદો  ઓવરનાઈટ ૧૪૫, ૧૫૨ તથા ૧૨૭ પોઈન્ટ વિવિધ ડિલીવરીઓમાં ઉછળ્યા હતા. ભારતમાં રૂનો પાક ઓછો અંદાજાતાં વિશ્વ બજારમાંભાવ ઉંચકાઈ રહ્યાનું  બજારેજણાવ્યું હતું.

મુંબઈ હાજર બજારમાં આજે  ૧૦ કિલોના ભાવ સિંગતેલના રૂ.૯૮૫ વાળા ફરી વધી રૂ.૯૯૦ હતા. જ્યારે રાજકોટ બાજુ ભાવ રૂ.૯૬૦ તથા ૧૫ કિલોના રૂ.૧૫૩૦થી ૧૫૪૦ હતા.  કોટન વોશ્ડના ભાવ વધી રૂ.૭૦૦થી ૭૦૫ હતા.   મુંબઈ બજારમાં  કપાસિયા તેલના ભાવ રૂ.૭૪૫બોલાતા હતા.  બજારનો ટોન સારો  હતો. દેશમાં રૂનો પાક ઓછો મનાઈ રહ્યો છે. તેના પગલે  કપાસ, રૂ, કપાસિયા તેલ તથા કપાસિયા ખોળના ભાવ મક્કમ રહ્યાની ચર્ચા હતી.

મુંબઈ બજારમાં આજે  સનફલાવરના ભાવ રૂ.૭૦૦ વાળા ૭૦૫ તથા  રિફા.ના રૂ.૭૬૫ હતા.   વિશ્વ બજાર વધી આવતાં ઘરઆંગણે  ભાવ નીચા મથાળેથી મક્કમ રહ્યાનું  બજારે જણાવ્યું હતું.  જોકે સોયાતેલના ભાવઆજે નરમ હતા. સોયાતેલ  ડિગમના ભાવ રૂ.૬૯૭ વાળા  રૂ.૬૯૫    રહ્યા હતા.

  રિફા.ના ભાવ  રૂ.૭૪૦ વાળા ૭૩૫ બોલાયા હતા.   સરકારે ઘરઆંગણે  આયાત થતા  સોયાતેલ ડિગમની  આયાત જકાત  ગણવા બેન્ચમાર્ક તરીકે વપરાતી  ટેરીફ વેલ્યુ ૭૧૧ ડોલરથી  ઘટાડી   ૬૯૩  ડોલર કર્યાના  સમાચાર હતા.  તેના પગલે  દેશમાં  આયાત થતા સોયાતેલની ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટી ટનના આશરે રૂ.૪૮૦થી ૪૮૧  જેટલી  નીચા આવ્યાનું   બજારે જણાવ્યું હતું.  આના પગલે આજે   બજારમાં સોયાતેલના  ભાવ દબાણ હેઠળ જોવા મળ્યા હતાક્જો કે સરકારે પામતેલની આવી ટેરીફ વેલ્યુમાં  વધારો કર્યો છે.

મુંબઈ બજારમાં મસ્ટર્ડના ભાવ રૂ.૭૬૦  હતા.  પામતેલના ભાવ હવાલા રિસેલના રૂ.૬૦૩થી ૬૦૫ વાળા જોકે ઉછળી રૂ.૬૧૦ બોલાતા થયા હતા. પામતેલમાં એક રિફાઈનરીના ડાયરેકટ ડિલીવરીના   વેપારો રૂ.૬૧૫ના મથાળે  એપ્રિલ ડિલીવરીના થયા હતા. બજારના  જણાવ્યા મુજબ  પામતેલમાં  મુંબઈ બજારમાં આગળ ઉપરખાસ કરીને  ૨૫ એપ્રિલથી  ૧૦મી મે દરમિયાનના ગાળામાં   હાજર માલની અછથ ઊભી થવાની શક્યતા છે.  




from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GsZabG
via Latest Gujarati News

Post a Comment

0 Comments