5 મિનિટ કરો આ કામ અને દૂર થઈ જશે શરદી, ઉધરસ


અમદાવાદ, 13 એપ્રિલ 2019, શનિવાર

ઈન્દ્રિય તેમજ મનને નિયંત્રણ કરવાની શ્રેષ્ઠ પ્રણાલી એટલે યોગ. યોગ માણસને માનસિક તેમજ શારીરિક રીતે સ્વસ્થ બનાવે છે. યોગ શરીરને આંતરીક રીતે પણ શુદ્ધ કરે છે. યોગના કારણે એનિમિયા, એલર્જી, શરદી, અસ્થમા તેમજ શ્વાસના રોગ પણ દૂર થાય છે. વર્તમાન સમયમાં શ્વસન રોગ સામાન્ય થઈ ગયા છે. આ પ્રકારની બીમારીઓને યોગના એક પ્રયોગથી દૂર કરી શકાય છે. રોગને દૂર કરતા પ્રયોગને કુંજલ ક્રિયા, વાષ્પ સ્નાન, પંક સ્નાન, જન નેતિ વગેરે કહેવાય છે. આજે આપણે જાણીએ જલનેતિ પ્રક્રિયા વિશે અને તેનાથી થતા લાભ વિશે.

જલ નેતિ ક્રિયા અને તેનાથી થતા લાભ

1. એક લીટર હુંફાળા પાણીમાં 10 ગ્રામ સિંધવ નમક ઉમેરી તૈયાર કરવું.

2. પગને એક બીજાની સમાન રાખી અને બેસવું.

3. જલ નેતિ પાત્રની નળીને જમણી નાસિકાના છિદ્રમાં રાખી ડાબી તરફની નાસિકાને નીચેની તરફ રાખી અને મુખમાંથી શ્વાસ લેવાનું રાખો.

4. માથાને આગળની તરફ ઝુકાવો અને જલને ડાબી તરફની નાસિકામાંથી બહાર કાઢો.

5. આ ક્રિયાને બંને નાસિકામાંથી વારાફરતી કરો.

નિયમિત કરવાથી થતા લાભ

1. શરદી, સાઈનસ, કફ, અસ્થમા, ઉધરસ જેવી બીમારીઓમાં લાભકારી

2. નેત્ર વિકાર, વાળની સમસ્યા, માથાનો દુખાવો, નબળી યાદશક્તિ સુધારે.

3. બદલતા વાતાવરણમાં બાળકોને થતી સમસ્યામાંથી રાહત આપે છે. 

4. સ્થૂળતા, થાઈરોડ, શ્વાસની તકલીફમાં લાભકારી.

જલનેતિ ક્રિયાના નિયમો

આ યોગ નિષ્ણાંત પાસેથી શીખ્યા બાદ જ કરવો. આ ક્રિયા સવારના સમયે જ કરવી યોગ્ય રહે છે. આ અભ્યાસ કરો ત્યારે મનને શાંત રાખવું અને કોઈપણ પ્રકારની ઉતાવળ ન કરવી.




from Health News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2KyCJWs
via Latest Gujarati News

Post a Comment

0 Comments