અમદાવાદ, 16 એપ્રિલ 2019, મંગળવાર
ઉનાળાના દિવસોમાં લૂ સૌથી મોટી સમસ્યા બની જાય છે. આ વાતાવરણમાં જો તબીયતનું ધ્યાન રાખવામાં ન આવે તો ગંભીર સમસ્યા થઈ શકે છે. લૂ લાગવાનું મુખ્ય કારણ ડિહાઈડ્રેશન છે. શરીર ગરમીના કારણે ડિહાઈડ્રેટ ન થાય તે માટે આ 5 જ્યૂસનું સેવન નિયમિત કરવું જોઈએ. ખાસ વાત એ છે કે આ જ્યૂસ બનાવવામાં વધારે સમય પણ લાગતો નથી.
લૂથી બચવા માટેનો પહેલો અને શ્રેષ્ઠ વિકલ્પ છે ડુંગળીનો જ્યૂસ. આયુર્વેદ અનુસાર પણ લૂથી બચવું હોય તો ડુંગળીનું સેવન કરવું જોઈએ. લૂથી બચવા માટે ડુંગળીનો રસ કાન, છાતી અને પગ પર લગાવવો જોઈએ. આ ઉપરાંત રોજ 1 ચમચી ડુંગળીનો રસ મધ સાથે ઉમેરી સેવન કરવું.
મગની દાળ પણ લૂ થી બચવાનો શ્રેષ્ઠ વિકલ્પ છે. 1 અથવા 2 કપ પાણીમાં મગની દાળ બાફી અને તેને રોજ પીસી નમક ઉમેરી પી લેવી.
લૂથી બચવા માટે આમલીનું પાણી પણ બેસ્ટ વિકલ્પ છે. આમલીના થોડા ટુકડાને પાણીમાં ઉકાળી લો. તેમાં જરૂર અનુસાર મધ ઉમેરી એક ગ્લાસ દિવસ દરમિયાન પી લેવું.
લસ્સી અથવા તો છાસ પણ સ્વાસ્થ્ય માટે ગુણકારી છે. ગરમીમાં રોજ એકથી 2 ગ્લાસ છાસ પીવાથી હીટ સ્ટ્રોકથી બચાવ થાય છે.
from Health News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Gfjkoa
via Latest Gujarati News
0 Comments