5 કલાકથી વધારે સમય સુધી એર ઈન્ડિયાનું સર્વર ડાઉન રહ્યુ, મુસાફરો અટવાયા

નવી દિલ્હી, તા. 27 એપ્રિલ 2019 શનિવાર

ભારત અને દુનિયાના અન્ય ભાગોમાં શનિવારે સવારે સર્વર ડાઉન હોવાના કારણે એર ઈન્ડિયાની ફ્લાઈટ પર અસર થઈ. એરલાઈનના SITA સર્વર ડાઉન થવાથી એર ઈન્ડિયાની ફ્લાઈટો સમગ્ર ભારતમાં અને વિદેશોમાં સવારે 3:30 વાગ્યાથી રોકાઈ ગઈ.

જોકે બાદમાં આને ઠીક કરી લેવાઈ, પરંતુ લગભગ 5 કલાક સુધી સર્વર ડાઉન રહ્યુ. એર ઈન્ડિયાના સીએમડી અશ્વિની લોહાનીએ કહ્યુ, એર ઈન્ડિયાની સિસ્ટમ બેહાલ થઈ ગઈ છે. તેમણે કહ્યુ કે સિસ્ટમ ચાલુ થઈ ગઈ છે.

આ કારણથી લોકોને જે તકલીફ થઈ, તેનો અમને ખેદ છે. આજે સામાન્ય રીતે ફ્લાઈટમાં થોડુ મોડુ થશે. અમે નિયમિત કરવાનો પ્રયત્ન કરીએ છીએ, તેમ છતાં 2 કલાક મોડુ થશે. 

SITA સર્વર ડાઉન છે. જેના કારણે ફ્લાઈટ સંચાલન પર અસર થઈ છે. અમારી તકનીકી ટીમ કામ પર છે અને જલ્દી જ સિસ્ટમ ઠીક થઈ શકે છે. અસુવિધા માટે ખેદ છે.

વધુ એક નિવેદનમાં એર ઈન્ડિયા તરફથી કહેવામાં આવ્યુ છે કે અમારી સર્વર સિસ્ટમમાં ખરાબીના કારણે અમારી કેટલીક ફ્લાઈટ સમગ્ર દુનિયામાં પ્રભાવિત થઈ રહી છે. વ્યવસ્થાને સરખી કરવા માટે કામ ચાલુ છે. અમે મુસાફરોને થયેલી અસુવિધા માટે ઈમાનદારીથી ખેદ વ્યક્ત કરીએ છીએ.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2DBEf4p
via Latest Gujarati News

Post a Comment

0 Comments