ભાજપને ઉત્તરપ્રદેશમાં મળશે 65થી વધારે સીટો: રામદાસ આઠવલે


નવી દિલ્હી, તા. 14 એપ્રિલ 2019, રવિવાર

કેન્દ્રીય મંત્રી અને રિપબ્લીકન પાર્ટી ઓફ ઇન્ડિયાના નેતા રામદાસ અઠાવલેએ NDA અને ભાજપની જીતને લઇને મોટો દાવો કર્યો છે. આઠવલેએ કહ્યું છે કે, ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસને મહાગઠબંધનમાં જગ્યા નહી મળવાથી ભાજપને ફાયદો થશે. તેમના મતે લોકસભામાં NDAને 350 સીટો મળશે.

તેમણે કહ્યું કે, આજે દેશમાં જે માહૌલ છે, તે મુજબ NDAને 350 સીટ અને ઉત્તરપ્રદેશમાં ભાજપને 65થી વધારે સીટો મળશે, કારણ કે ત્યાં કોંગ્રેસ-SP-BSP સાથે નથી, તેથી ત્યા મતોનું વિભાજન થશે અને જેનો ફાયદો ભાજપને મળશે.


from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2P8oExD
via Latest Gujarati News

Post a Comment

0 Comments