નવી દિલ્હી, તા. 28 એપ્રિલ 2019, રવિવાર
લોકસભાની ચૂંટણીના કારણે દેશનો રાજકિય માહોલ ગરમાયેલો છે. રાજકિય પાર્ટીઓના નેતાઓ એક બીજા પર આરોપ પ્રતિઆરોપ અને નિવેદનો આપી રહ્યાં છે. આમ આદમી પાર્ટીના પૂર્વીય દિલ્હીના ઉમેદવાર આતિશીનું એક નિવેદન સામે આવ્યું છે જે વિવાદ સર્જી શકે છે.
તેમણે કહ્યું કે, દેશના બે સૌથી મોટા ગુંડાઓને હરાવવાની જરૂર છે. લોકોને અપીલ કરું છું કે દેશભરના આવા ઉમેદવારોને મત આપવો જોઇએ જે પોતાની સીટ પરથી ભાજપને હરાવીને, બંન્ને ગુંડાઓને દિલ્હીથી ગુજરાત મોકલી શકાય.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2XQ91hl
via Latest Gujarati News
0 Comments