ભારત પાસેથી નથી જોતા NSG કમાન્ડો, આતંકવાદ સામે લડવા શ્રીલંકા એકલું કાફી છે: મહિંદા રાજપક્ષે


નવી દિલ્હી, તા. 28 એપ્રિલ 2019, રવિવાર

શ્રીલંકાના કોલંબોમાં ત્રણ ચર્ચ અને ત્રણ હોટલમાં થયેલા આતંકી હુમલામાં લગભગ 300 કરતા વધારે લોકોના મોત થયાં હતા. હુમલા બાદ ભારત તરફથી મળેલી મદદ માટે પૂર્વ રાષ્ટ્ર્પતિ મહિંદા રાજપક્ષેએ આભાર માન્યો છે. સાથે જ તેમણે કહ્યું કે, શ્રીલંકાની જમીન પર કોઇ વિદેશી સુરક્ષાદળ નથી જોઇતું તેથઈ ભારતે NSG કમાન્ડો મોકલવાની કોઇ જરૂર નથી.

એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે, ભારત મદદગાર રહ્યું છે, પરંતુ NSGની કોઇ જરૂરીયાત નથી. અમારે વિદેશી સૈનિક નથી જોઇતા. અમારા પોતાના સુરક્ષાદળ સક્ષમ છે અમારે તેને વધારે સ્વતંત્રતા અને આઝાદી આપવાની જરૂર છે.


from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2DzECME
via Latest Gujarati News

Post a Comment

0 Comments