નવી દિલ્હી, તા. 27 એપ્રિલ 2019, શનિવાર
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે અર્જુન એવોર્ડ માટે મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ અને રવિન્દ્ર જાડેજા અને પુનમ યાદવના નામોની ભલામણ કરી છે. સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા પસંદ કરવામાં આવેલી સંચાલકોની સમિતિએ દિલ્હીમાં ક્રિકેટની બાબતોના જનરલ મેનેજર સબા કરીમ સાથે બેઠક કરી, તેમણે COAને આ ખેલાડીઓના નામની ભલામણ કરી.
25 વર્ષીય બુમરાહ ભારતીય ટીમમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે અને ICC વર્લ્ડ કપ 2019માં ટીમની બોલિંગની પણ આગેવાની કરશે. શમી પણ વિશ્વ કપ માટે પસંદ કરવામાં આવેલી ટીમમાં છે.
ઓલ રાઉન્ડર રવિંદ્ર જાડેજા પણ આગામી ટૂર્નામેન્ટમાં રમશે. જાડેજાએ 41 ટેસ્ટમાં 192 વિકેટ ઝડપી છે. 151 ઇન્ટરનેશનલ વન-ડેમાં 174 વિકેટ તેમના નામે છે, જ્યારે T20 ઇન્ટરનેશનલ 40 મેચોમાં 31 વિકેટ મેળવી છે.
આ સિવાય મહિલા ટીમની પુનમ યાદવના નામની પણ ભલામણ કરવામાં આવી છે. પુનમ યાદવ ઇગ્લેન્ડમાં યોજાયેલા ક્રિકેટ વર્લ્ડ કપમાં હતી. સ્પિનર પુનમે 41 મહિલા ઇન્ટરનેશનલ વન-ડેમાં 63 અને 54 T20 ઇન્ટરનેશનલમાં 74 વિકેટ ઝડપી છે.
from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2W8Q6xR
via Latest Gujarati News
0 Comments