વારાણસીની BHUના વિદ્યાર્થીની જાહેરમાં ગોળી મારીને હત્યાઃ ચાર વિદ્યાર્થીઓની ધરપકડ

વારાણસી, તા. 3 એપ્રિલ 2019, બુધવાર

બનારસ હિન્દુ યુનિવર્સિટી ફરી વખત ગોળીઓથી ધણધણી ઊઠી છે. બિરલા છાત્રાલયની બહાર કેટલાક વિદ્યાર્થીઓ ઊભા ઊભા વાતો કરી રહ્યાં હતાં ત્યારે કેટલાંક અજ્ઞાત શખ્સો ત્યાં પહોંચ્યાં અને તેમના ઉપર ગોળીબાર શરૂ કરી દીધો. ફાયરિંગમાં બિરલા હોસ્ટેલમાં રહેતા ગૌરવ સિંહ નામના વિદ્યાર્થીને ગોળી વાગી અને તે ગંભીર રીતે ઘાયલ થઇ ગયો. તેને ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યો જ્યાં તેનું મૃત્યુ નીપજ્યું.

હત્યાના મામલે પોલીસે ચાર વિદ્યાર્થીઓની અટકાયત કરી છે અને ક્રાઇમ બ્રાન્ચ આ વિદ્યાર્થીઓની પૂછપરછ કરી રહી છે. મૃતક ગૌરવ એમસીએના ચોથા સેમેસ્ટરનો વિદ્યાર્થી હતો અને ઘટનાસમયે હોસ્ટેલની બહાર પોતાના ઓળખીતા લોકો સાથે વાતચીત કરી રહ્યો હતો. એ સમયે અજાણ્યા લોકોએ તેને ગોળી મારી દીધી.

ગૌરવ સિંહ પર ગોળીબારની ઘટનાની જાણ થતા વિદ્યાર્થીઓ ટ્રોમા સેન્ટરની બહાર જમા થઇ ગયા અને નારાબાજી કરવા લાગ્યાં. તેમણે મીડિયાને કવરેજ કરતા પણ અટકાવ્યું. વિદ્યાર્થીઓનો આરોપ છે કે ચીફ પ્રોક્ટરની બેદરકારીના કારણે આવી ઘટનાઓ બને છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2uHSsrr
via Latest Gujarati News

Post a Comment

0 Comments