નવી દિલ્હી, તા. 8 એપ્રિલ 2019 સોમવાર
ભાજપ 11 એપ્રિલથી શરૂ થનારી લોકસભા ચૂંટણી 2019 માટે આજે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાર્ટી અધ્યક્ષ અમિત શાહ સહિત દિગ્ગજ નેતા ચૂંટણી ઢંઢેરો રજૂ કરતી વખતે હાજરી આપશે
BJPએ ચૂંટણી ઢંઢેરાને સંકલ્પ પત્ર નામ આપવામાં આવ્યુ છે. ગરીબોને 72000 રૂપિયા વાર્ષિક આપવાના કોંગ્રેસના વચન અનુસાર ભાજપ સમાજના વિભિન્ન તબક્કાને આકર્ષિત કરવા માટે અનેક વચન આપે તેવી સંભાવના છે.
ભાજપના જાહેર થનારા ચૂંટણી ઢંઢેરામાં માત્ર આવનાર 5 વર્ષમાં કરવામાં આવેલા કામ વિશે સંકલ્પ લેવામાં આવશે નહીં પરંતુ છેલ્લા 5 વર્ષના કાર્યોનો પણ હિસાબ હશે. આ ચૂંટણી ઢંઢેરો ગૃહ મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં તૈયાર થયો છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2TXJtg0
via Latest Gujarati News
0 Comments