પ્રિયંકા ગાંધી પીએમ મોદી સામે ચૂંટણી લડશે?રાહુલે કહ્યુ કે, આ વાત પર સસ્પેન્સ રહેવા દો


નવી દિલ્હી,તા.18.એપ્રિલ 2019, ગુરુવાર

પીએમ મોદી સામે લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે પાર્ટીન મહાસચિવ પ્રિયંકા ગાંધીને મેદાનમાં ઉતારવા અંગે ચાલી રહેલી ચર્ચાઓને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના જવાબથી વધારે વેગ મળ્યો છે.

એક અંગ્રેજી અખબારને આપેલી મુલાકાતમાં રાહુલને જ્યારે પીએમ મોદી સામે પ્રિયંકાને લડાવવા અંગે સવાલ પૂછાયો ત્યારે રાહુલ ગાંધીએ તેના જવાબમાં કહ્યુ હતુ કે, હું તમને સસ્પેન્સમાં રાખુ છું અને સસ્પેન્સ ખોટુ નથી હોતુ.

રાહુલને પૂછવામાં આવ્યુ કે તમે આ વાતને રદિયો નથી આપી રહ્યા ત્યારે રાહુલે જવાબ આપ્યો હતો કે, હું કોઈ વાતનુ સમર્થન પણ નથી કરી રહ્યો અને તેને રદિયો પણ નથી આપી રહ્યો.આ મુદ્દા પર સસ્પેન્સ યથાવત રહે તે જ સારુ છે.

પ્રિયંકા ગાંધી યુપીમાં કોંગ્રેસ માટે પ્રચાર કરી રહ્યા છે ત્યારે વારાણસીમાં કોંગ્રેસી કાર્યકરોના કહેવા પર તેઓ પીએમ મોદી સામે ચૂંટણી લડવા માટે તૈયાર છે તેવુ કહેવાઈ રહ્યુ છે પણ આ મામલે અંતિમ નિર્ણય પાર્ટીની ટોચની નેતાગીરીએ લેવાનો છે.

પ્રિયંકા ગાંધીએ પોતે પણ વારાણસીમાંથી ચૂંટણી લડવા અંગે ના પાડી નથી.રોબર્ટ વાડ્રા પણ ઈશારો કરી ચુક્યા છે કે, પ્રિયંકા ગાંધી પીએમ મોદી સામે મેદાનમાં ઉતરી શકે છે.

જો આવુ થયુ તો વારાણસી બેઠકનો મુકાબલો આખા દેશમાં સૌથી હાઈપ્રોફાઈલ ચૂંટણી જંગ બની રહેશે.વારાણસીમાં 19 મેના રોજ મતદાન થવાનુ છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2DhVbg0
via Latest Gujarati News

Post a Comment

0 Comments