
નવી દિલ્હી, 17 એપ્રિલ 2019, બુધવાર
ફેસબુક પર મિત્રો સાથે ચેટ કરવા માટે મેસેન્જર સૌથી સરળ રસ્તો છે. કેટલાક યૂઝર્સ તો ચેટ કરવા માટે માત્ર મેસેન્જરનો જ ઉપયોગ કરે છે. ફેસબુક પણ ચેટ માટે યૂઝર્સને મેસેન્જર ડાઉનલોડ કરવાનું સૂચન કરે છે. પરંતુ હવે ચર્ચા છે કે આ મેસેન્જર બંધ થઈ જશે.
એક રીપોર્ટ અનુસાર 5 વર્ષ પહેલા ફેસબુકએ જે મેસેન્જર એપને લોન્ચ કરી હતી તેને તે બંધ કરી દેશે. ત્યારબાદ યૂઝર્સ અલગથી મેસેન્જર એપ પર ચેટ કરી શકશે નહીં. જો કે ફેસબુકની મુખ્ય એપ તરીકે મેસેન્જર ચાલતું રહેશે. હાલ એ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે આ એપ ક્યારથી બંધ થશે.
ફેસબુક યૂઝર્સને મુખ્ય પ્લેટફોર્મ પર રાખવા માટે અલગથી ચાલતા મેસેન્જરને બંધ કરી રહ્યું છે. મેસેન્જર બંધ થયા બાદ ફેસબુક પોતાની મુખ્ય એપમાં જ ચેટિંગનો વિકલ્પ આપવાનું શરૂ કરશે. જો કે આ અંગે ફેસબુક તરફથી કોઈ સત્તાવાર ઘોષણા કરવામાં આવી નથી.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GrSTwP
via Latest Gujarati News
0 Comments