
નવી દિલ્હી, 17 એપ્રિલ 2019, બુધવાર
માઈક્રોસોફ્ટનું બ્રાઉઝર ઈંટરનેટ એક્સપ્લોરર છેલ્લા ઘણા સમયથી સુરક્ષા બાબતે વિવાદોમાં છે. આમ તો આ બ્રાઉઝરનો ઉપયોગ ઓછા લોકો જ કરે છે પરંતુ જે કરે છે તેના માટે પણ આ બ્રાઉઝર સુરક્ષિત નથી. આ વાત સિક્યોરિટી રિસર્ચર જોન પેજએ જણાવી છે. તેમના જણાવ્યાનુસાર આ બ્રાઉઝરની મદદથી હૈકર્સ યૂઝર્સના પર્સનલ ડેટા ચોરી કરી શકે છે.
એક બગના કારણે એક્સપ્લોરરમાં આ ખામી સર્જાઈ છે. તેના કારણે બ્રાઉઝર પર એક્સટર્નલ એંટિટી એટૈકનું જોખમ વધી ગયું છે. આ રીપોર્ટ અનુસાર જો કોઈ યૂઝર ભુલથી પણ માલિશસ પેજ ઓપન કરે છે તો તે હૈકર્સનો શિકાર થઈ શકે છે. એમટીએસ ફાઈલની મદદથી કોઈપણ હૈકર યૂઝરના કોમ્યૂટરને એક્સેસ કરી શકે છે.
ઈંટરનેટ એક્સપ્લોરર ફાઈલ ફોરમેટ વેબ આર્કાઈવ્સનો ઉપયોગ કરે છે. તેવામાં યૂઝર્સ દ્વારા મોકલેલા ઈમેલ, મેસેન્જર અથવા તો ફાઈલ પર માલિશસ કંટેટં ઓપન કરવાથી તેના ડેટા ચોરી કરી શકાય છે. માલિશસ કંટેંટ ઓપન કરવાની સાથે જ યૂઝરનું બ્રાઉઝર ઓપન થાય છે અને ત્યારબાદ Ctrl+K જેવું કમાન્ડ પણ XXE એટેકને ટ્રિગર કરી શકે છે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VObN6c
via Latest Gujarati News
0 Comments