
નવી દિલ્હી, તા. 17 એપ્રિલ 2019, બુધવાર
નમો ટીવીને લઇને ચૂંટણી પંચે ભાજપને મોટો ઝટકો આપ્યો છે. ચૂંટણીપંચે નિર્દેશ આપ્યો છે કે જે ક્ષેત્રમાં મતદાન થવાનું છે ત્યાં મતદાનના 48 કલાક પહેલા કોઇ પણ રેકોર્ડેડ શો નમો ટીવી પર દેખાડી શકાશે નહી.
જો કે ચૂંટણીપંચે કહ્યું કે, લાઇવ શો કવરેજ દેખાડી શકાશે. રાજ્ય ચૂંટણીપંચને તેનું સખ્તાઇથી પલાન કરાવવા સુચના આપવામાં આવી છે. આયોગ ચેનલનું મોનિટરિંગ કરશે.
મતાદાતાઓને અસર થતા હોય તેવા કંટેન્ટ મતદાનના 48 કલાક પહેલા દેખાડી કે અપલોડ કરી શકાશે નહી. તેમજ લાઇવ કે રેકોર્ડેડ કાર્યક્રમ પણ અપડેટ નહી કરી શકાય. આ બાબતે ચૂંટણીપંચે દરેક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય ચૂંટણી અધિકારીઓને પત્ર લખ્યા છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2V4hwHT
via Latest Gujarati News
0 Comments