
નવી દિલ્હી, તા. 17 એપ્રિલ 2019, બુધવાર
જેટ એરવેઝ પર અંતે તાળા લાગી ગયા છે. બુધવાર રાત્રે 10.30 કલાકે કંપની તેની અંતિમ ઉડાન ભરશે. કંપનીના બોર્ડે બેંકોના કંશોર્સિયમમાંથી પૈસા નહી મળવાના કારણે આ નિર્ણય કર્યો છે. આ પહેલા કંપનીના માત્ર 7 વિમાન જ પરિચાલનમાં હતા.
હાલ કંપની માત્ર સાત વિમાન જ પરિચાલનમાં છે. સોમવારે કંપનીએ બેંકો સાથે મીટિંગ કરી હતી જેનું કોઇ પરિણામ આવ્યું નહી. જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલે પોતે બોલીમાંથી બહાર નિકળી ગયા કારણ કે, એતિહાદ અને TPG પાર્ટનર્સ તેમના રહેવા પર પોતે બોલીમાંથી અલગ થવાની ધમકી આપી હતી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2v8rkCb
via Latest Gujarati News
0 Comments