
નવી દિલ્હી, તા. 17 એપ્રિલ 2019, બુધવાર
લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન થઇ ચૂક્યું છે. આ પ્રથમ તબક્કાના મતદાનમાં અરૂણાચલ પ્રદેશના કુરુંગ કુમે જિલ્લાના એક ગામમાં એવું પોલીંગ બૂથ બનાવવામાં આવ્યું હતું જ્યાં પોલિંગ પાર્ટીઓ ITBPના જવાનો સાથે 45 કિલોમીટરનું પગપાળા ચાલી પહોંચી હતી. અહીં પહેલીવાર પોલિંગ બૂથ બનાવવામાં આવ્યું હતું.
આઝાદી બાદ અત્યાર સુધીની ચૂંટણીઓમાં અહીં ક્યારેય પોલિંગ બૂથ નહોતું. આઝાદી બાદ આ ગામના લોકોએ પહેલીવાર પોતાના જ ગામમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. પહેલા તબક્કામાં આ પોલિંગ બૂથ પર 346 વોટર્સે મતદાન કર્યું હતું.
અરૂણાચલ પ્રદેશના કુરુંગ કુમે જિલ્લાના જ્ઞાપિન પોલિંગ બૂથ પર ગામના લોકોએ પહેલીવાર પોતાના ગામમાં જ બનાવવામાં આવેલા મતદાન કેન્દ્ર પર મત આપ્યો. અહી મતદાન કેન્દ્ર બનાવવા માટે પોલિંગ પાર્ટીઓએ ITBPના જવાનો સાથે 45 કિલોમીટર ચાલીને આ કેન્દ્ર સુધી પહોંચ્યા હતા.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UH6NnD
via Latest Gujarati News
0 Comments