
ફ્રાંસના રાફેલ ફાઇટર પ્લેન ખરીદી સોદાનો મુદ્વો ભારતીય રાજકારણમાં ખૂબજ ચગ્યો છે ત્યારે રાફેલ વિવાદથી માત્ર સરકાર જ નહી છતીસગઢના રાફેલ ગામના લોકોની પણ મુશ્કેલી વધી ગઇ છે. મહાસમુદ્ર જિલ્લામાં આવેલા ૨૦૦ પરીવાર ધરાવતા રાફેલ ગામના લોકોની મજાક થવા લાગી છે કે લોકસભા ચૂંટણી પછી જો કોંગ્રેસ સત્તામાં આવશે તો કૉંગ્રેસે આ ગામની તપાસ કરવાની છે. રાફેલ સોદા અંગે ગામ લોકો કશું જાણતા નથી છતાં આજુબાજુના લોકો તેમને રાફેલ વિમાન કહીને ચિડવે છે. આમ રાફેલ વિવાદને કારણે આ ગામને લોકો નકારાત્મક રીતે યાદ કરવા લાગ્યા છે.
ગામના નાગરીકો માને છે કે રાફેલ વિમાનની બધા વાતો કરે છે પરંતુ વિકાસમાં પાછળ રહી ગયેલા રાફેલ ગામને કોઇ યાદ કરતું નથી. આ ગામનું રાફેલ કેવી રીતે પડયું એ અંગે કોઇ જાણતું નથી પરંતુ છતિસગઢ રાજયની રચના થઇ એ પહેલાથી ગામનું રાફેલ જ છે. પહેલા રાયપુર જિલ્લામાં હતું એ પછી ૧૯૯૮માં મહા સમુંદ્ર જિલ્લામાં સમાવેશ કરવામાં આવ્યો હતો. રાફેલ વિવાદ થયા પછી લોકોને ગામનું નામ સારુ ના લાગતા બદલાવા માટે માંગણી કરી તેમ છતાં પરીણામ શુન્ય મળ્યું છે. ટીવી ચેનલો પર માત્ર રાફેલ વિમાનને યાદ કરવામાં આવે છે પરંતુ રાફેલ ગામને કોઇ યાદ કરતું નથી.
નવાઇની વાત તો એ છે કે રાજકારણીઓ રાફેલ નું નામ તો ખૂબ લે છે પરંતુ રાફેલ ગામની શું સ્થિતિ છે તે અંગે કોઇ પૂછવા આવતું નથી. ઝંઝાવતી ચૂંટણી પ્રચાર ચાલી રહયો છે ત્યારે એક પણ પક્ષના ઉમેદવારો મત માંગવા પણ આવ્યા નથી. તેઓ માને છે કે રાફેલના નામે વડાપ્રધાન કોઇ પણ બને તેનાથી અમને કોઇ ફર્ક પડતો નથી. ગામમાં પીવાના પાણી, વીજળી અને સ્વચ્છતા માટેની પાયાની સુવિધાનો અભાવ છે. લોકો વરસાદ આધારિત ખેતીની સીઝન પુરી થાય તે પછી આજીવિકા માટે ગામ છોડીને બીજે મજુરીએ જવું પડે છે. આથી ઘર આંગણે ખેતી માટે સિંચાઇ અને વીજળીની સુવિધા મળે તે જરુરી છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Pi0NeO
via Latest Gujarati News
0 Comments