
મળ તથા અવશિષ્ટ કચરાની 96 થેલીઓ ચંદ્રની સપાટી પર છોડવી પડી હતી
વોશિંગ્ટન, તા.9 એપ્રિલ, મંગળવાર, 2019
૧૯૬૯માં અમેરિકાના અવકાશયાત્રીઓએ ચંદ્રની ધરતી પર પ્રથમ વાર પગ મુક્યો હતો, માનવ ઇતિહાસની આ રોચક ઘટના સર્જીને નીલ આર્મ સ્ટ્રોગ તથા તેમના સાથી એસ્ટ્રોનટ્સ પૃથ્વી પર પાછા ફર્યા હતા.
આ મૂન મિશન દરમિયાન મળમૂત્ર અને અન્ય કેટલોક અવશિષ્ટ કચરો ચંદ્ર પર રહી ગયો હતો. આમ તો મળ તથા અવશિષ્ટ પદાર્થો સ્પેસમાં છોડવા ન પડે તે માટે નાસાએ અંતરીક્ષયાત્રીઓના ખાસ પ્રકારના કપડા તૈયાર કરી તેમાં ડાયપરની વ્યવસ્થા ગોઠવી હતી.
પરંતુ ચંદ્ર પર થોડાક દિવસ રોકાયેલા અંતરીક્ષયાત્રીઓએ પૃથ્વી પર પરત ફરતી વખતે તેમને મજબૂરીથી મળ તથા અવશિષ્ટ કચરાની ૯૬ થેલીઓ ચંદ્રની સપાટી પર છોડવી પડી હતી. ચંદ્ર પરની માટી અને પથ્થરોને પૂરાવા સ્વરુપે પૃથ્વી પર લાવવામાં વજન વધી જતું હતું.
સ્પેસક્રાફટની ડિઝાઇન જ એ રીતે તૈયાર કરવામાં આવી હતી કે ચોકકસ વજન જ લોડ કરી શકતું હતું. થોડૂક પર વજન વધી જાય તેવા કિસ્સામાં અવકાશયાત્રીઓના જીવને ખતરો હતો. આથી ૫૦ વર્ષ પહેલા મળ તથા કચરાની ચંદ્ર પર રહી ગયેલી થેલીઓ હવે વૈજ્ઞાાનિકોના સંશોધનનો વિષય બની શકે છે.
અમેરિકાએ આવનારા પાંચ વર્ષમાં ચંદ્ર પર જવાની યોજનાને અમલમાં મૂકવાનું નકકી કર્યું છે. તેના માટે ટ્રમ્પ શાસન દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ૫૦ વર્ષ પહેલાના સમાનવ ચંદ્ર અભિયાન દરમિયાન ચંદ્રની સપાટી પર રહેલી મળની થેલીઓ લાવવાનો હેતું ચંદ્ર પર જીવન અંગે સંશોધન કરવાનો છે.
આ ગંદકી પરના સંશોધનથી ચંદ્ર પર જીવન અંગે જાણવા મળશે
ચંદ્રનું સપાટીનું તાપમાન -૧૭૦ થી ૧૫૬ ડિગ્રી સુધીનું હોય છે. માનવમળના અવશેષોમાં ૫૦ ટકાથી વધારે બેકટેરિયા હોય છે. ૧૦૦થી પણ વધુ જીવાણુઓની જાતો આંતરડામાં હોય છે. વૈજ્ઞાાનિકો આ ગંદકી પર રિસર્ચ કરીને બેકટેરિયા વિશે વધુ જાણવા ઇચ્છે છે. આ ગંદકીના આધારે જ સ્પેસ પર જીવન કેટલું શકય છે તે પણ જાણવા મળી શકે તેમ છે. ખાસ કરીેને આ મળ પર હજુ બેકટરિયા છે કે નહી, બેકટેરિયા જો હયાત છે તો તે સક્રિય છે કે નિષ્ક્રીય છે.? શું બેકટેરિયાને ભેજ અને સ્થાઇ તાપમાનની જરુર પડે છે કે નહી? તેના પર વૈજ્ઞાાનિકો સંશોધન કરી શકશે. વૈજ્ઞાાનિકોનું માનવું છે કે જો આ વેસ્ટ બેગ એકદમ ઘટ્ટ થઇ હશે તો તેમાં બેકટરિયા હોવાની પૂરેપૂરી શકયતા છે. જો તમામ બેકટેરિયાનો નાશ થઇ ગયો હશે તો તેનું પણ સંશોધન જીવન અંગે જાણવા માટે મહત્વનું સાબીત થશે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Uce3mo
via Latest Gujarati News
0 Comments